Abtak Media Google News

ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગની કામગીરી માટે ૧૬ જેટીંગ મશિન ૨૧ ડીશિલ્ટીંગ રિક્ષા ફિલ્ડમાં

ગઈકાલે શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના લલુડી વોંકળી, પોપટપરા, વેસ્ટ ઝોનમાં વામ્બે આવાસ યોજના, બી.આર.ટી.એસ. ૧૫૦ ફૂટ રિંગ રોડ, સહિતના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કમિશનરની સૂચના અનુસાર આજે સવારથી જ શહેરના ત્રણેય ઝોનના તમામ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, મોરબી રોડ પર તૂટેલી ડી.આઈ. પાઈપલાઈન રીપેરિંગ, કોઠારિયા વિસ્તારમાં પાની નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

Advertisement

આ સ્થળ મુલાકાત વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, લલુડી વોંકળી વિસ્તારમાં ૮૦ ફૂટ રોડ પરથી વરસાદી પાણી આવે છે જે ધોબી ચોક થઈન ેલલુડી વોંકળી વિસ્તારમાં આવે છે. ત્યાં ટીપી રોડ છે અને વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા મળે તો આર.સી.સી.ની પાકી ચેનલ બનાવવા અન્યથા ટીપી સ્કીમ વેરિએશન માટે કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવેલ છે. સાથોસાથ આ એરીયામાં જે.સી.બી.ની મદદ સાથે સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત પોપટપરા નાલે ભરાતા પાણીના નિકાલ માટે સાઈડમાં એસ્કેવેશન-જરૂરી ખોદકામની કામગીરી શરૂ કરવા સૂચના અપાયેલ છે.

આ ઉપરાંત પોપટપરા મેઈન રોડથી આગળ આવેલા મિયાણાવાસમાં રેલનગર અન્ડર બ્રિજ તરફથી આવતા ઓઆની ભરાય છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે એક ચેનલ છે પરંતુ તે નાની પડતી હોઈ તેને વ્યવસ્થિત મોટી કરવા અને જરૂર પડ્યે ટીપી સ્કીમ વેરીએશન કરી જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવેલ છે. કાલાવડ રોડ પર રૂડા નગર કેવલમ સોસાયટીની પાછળ આવેલ વામ્બે આવાસ યોજનાની મુલાકાત લઇ ત્યાં  દવાલને થયેલ નુકસાન રીપેર કરવા સૂચના આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.