Abtak Media Google News

૪૭ જેટલા મોન્યુમેન્ટ વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સમાવિષ્ટ

પંચમહાલ જીલ્લાની આન-બાન  અને શાન તરીકે પ્રસ્થાપિત થતું પાવાગઢ અને ચંપાનેર

પાવાગઢ અને ચંપાનેર તે એક બીજામાં એક અનોખી વાત છે કહી શકાઇ કે પંચમહાલ જીલ્લાની જો આન-બાન અને શાઇ હોઇ તો તે પાવાગઢ અને ચંપાનેર છે. ઘણી એવી જગ્યાઓ છે. જેનાથી પર્યટકો ખરા અર્થમાં અજાણ હશે. ત્યારે લોકોમાં પાવાગઢ અને ચંપાનેર માટે એક આકર્ષણ પેદા થઇ, તે હેતુ થી ગુજરાત ટુરીઝમ અને પંચમહાલ કલેકટર દ્વારા પંચમહોત્સવ-૨૦૧૭નું આયોજન વિશેષ રુપથી કરવામાં આવ્યું છે. જો આ કાર્યક્રમમાં પર્યટકોની વાત કરીઇ તો પર્યટકોનો ધસારો ખુબ જ જોવા મળી રહયો છે. તેઓ ચંપાનેર હેરીટેજ સાઇટ પાવાગઢ ખાતે આવેલી હેરીટેજ સાઇટ વિશે માહીતી લેવા તેઓ આ તમામ નામાંકિત માન્યુમેન્ટની મુલાકાત લ્યે છે. પંચમહાલ કલેકટર તંત્ર દ્વારા ગાઇડની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પર્યટકોને કોઇ જ સમસ્યાનો સામનો કરવો ન પડે અને તે નિરાંતે તમામ સ્થળોને માણી શકે.

આજે આપણે ચાંપાનેર અને પાવાગઢ ખાતે આવેલી એવી અનેક જગ્યાઓ વિશે માહીતી લેશું જો જગ્યાઓની નામાવલી કાઢવામાં આવે તો, એક મીનાર, હેલીકલ વાવ, શહેર કી મસ્જીદ, ત્રીસેલ્સ, માંડવી કસ્ટમ હાઉસ, કબૂતર ખાના, કબૂતર પેવેલીયન અને પાવાગઢ ખાતે આવેલું માં કાલીનું મંદીર આ તમામ એવી જગ્યાઓ છે. જેનુ નામ કદાચ લોક મુખેના આવતું હોઇ, એક એક જ જગ્યાની એક એક વિશેષતા છે. તો ચાલો આપણે સર્વ પ્રથમ માહિતગાર થઇએ શહેર કી મસ્જીદ વિશે

શહેર કી મસ્જીદ ચાંપાનેર ખાતે આવેલી છે. મહમદ બેગડા જે મોગલ સમ્રાટ હતો. તેમના પરીવાર માટે ખુદાની બંદગી માટે શહેર કી મસ્જીદ બનાવવામાં આવી હતી. આ મસ્જીદ પણ ઇન્ડો ઇસ્લામી આર્કિટેકચર પ્રમાણે બનાવવામાં આવી છે. આ મસ્જીદનાં પાંચ એન્ટરંસ છે. અને પાંચ ડોમ્સ છે. આ મસ્જીદમાં નાના મોટા થઇને ર૦ ડોમ્સડ બનાવવામાં આવ્યાં છે. આ મસ્જીદમાં બે મીનારતો છે, જે ઇકો-સિસ્ટમનું કાર્ય કરતું હતું. આઝાન પૂકારવા આ મીનારતનો ઉ૫યોગ કરવામાં આવતો હતો. શહેર કી મસ્જીદનાં કારવીંગની વાત કરીયે તો તે એક અનોખી છે. જામી મસ્જીદ કરતા શહેર કી મસ્જીદની કોતરણી નાની છે. આ મસ્જીદનાં તમામ ભાગ સેન્ડ સ્ટોન પથ્થરથી બનાવેલા છે. કોતરણીની બેઠકની વાત કરીઇ, તો મેઇન બેઠક જૈન આર્કિટેકચરની છે. અને પ્લેન આર્કિટેકચર મુસ્લીમ પરંપરાને સાર્થક કરે છે.

મેઇન ગેઇટની અંદરની કોતરણી પત્ર શાખાની છે. દરેક મોન્યુમેન્ટની અંદર પીલરોની વધારે મહત્વતા આપી છે.  શહેર કી મસ્જિદનાં પીલરોની વાત કરીયે તો તે ૧૧ર પીલરો છે. પાંચ મહેરાય છે. મોટા ડોમ્સની કોતરણી નાના ડોમ્સ કરતાં પણ અલગ છે. તમામ ૧૧ર પીલરોને કી લોકીંગમાં ફીટ કરાયેલા છે. આ મસ્જિદની વિશેષ વાત એ છે કે આ મસ્જિદમાં દરરોજ નમાઝ અદા કરવામાં આવતી હતી. ર૦૦૪ માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ મુલાકાત માટે જ આવે છે. અહી જ નમાઝ અદા કરવામાં આવતી હતી. તે મકકા શરીફ સુધી પહોંચતી હતી તેવી પણ લોક વાહીકા હતી. ચંપાનેરમાં મુસ્લીમ લોકો ખુબ જ મોટા પ્રમાણમાં રહેતા હતા. જેના કારણે ચંપાનેરમાં મસ્જીદો ખુબ જ આવેલી છે. અને તેમની વિશેષતા પણ અલગ અલગ છે. તે સમયના રાજાનો ઘ્યેય હતો કે ચંપાનેરને મકક બનાવવાનો, પરંતુ તેમનું કુદરતી નીધન થતા તે મકકા ન બનાવી શકયા. પર્યટકોની સીઝનની વાત કરીએ તો ડિસેમ્બ મહીનાથી શરુ થાય છે. અને માર્ચ એન્ડ સુધી ખુબ જ ઘસારો જોવા મળે છે. ચાંપાનેર આખે આખુ સીટાડેલ વોલથી સુસજજ થયું છે. સીટાડેલ વોલની અંદર રાજવી પરીવારનાં લોકો રહેતા હતા. આક્રમણોથી બચવા માટે અને કીલ્લાની સુરક્ષા માટે પણ સીટાડેલ વોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સીટાડેલ વોલ ૩ કી.મી. ના ફેલાવામાં બનાવેલી છે. સીટાડેલ વોલને ફોટ વોલ તરીકે પણ ઓળખવામાં આવી છે.

હવે આપણે હેલીકલ વાવ વિશે માહીતી મેળવશું કે હેલીકલ વાવ શું છે, અને તેની વિશેષતા શું છે ? હેલીકલ વાવને હેલીકલ સ્ટેપ વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હેલીકલ સ્ટેપ વેલ ૧૬મી સદીમાં બનાવવામાં આવ્યું હતું ઈંટોનાં ચણતરથી વેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વેલની અંદરનાં જે સ્ટેપ છે તે સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યાં છે. હેલીકલ સ્ટેપ વેલની ઉંચાઇ ૧૮૦ મીટર કરતાં પણ ઉંચી છે. હેલીકલ સ્ટેપ વેલનો ઉ૫યોગ તે સમયે માત્ર પાણી પીવા માટે જ ઉપયોગ કરવામાં આવતું હતું. હેલીકલ સ્ટેપ વેલનાં પગથીયા સ્પાઇરલ સેપમાં બનાવવામાં આવ્યા છે. આ પ્રકારની વાવ માત્ર ચાંપનેરમાં જ જોવા મળી શકે છે જે એની આગવી વિશેષતા છે.

ચાંપાનેર ખાતે આવેલા માંડવી કસ્ટમ હાઉસની પણ એક વિશેષતા છે. જે પર્યટકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. માંડવી કસ્ટમ હાઉસ ૬૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. ચંપાનેર ખાતે કોઇપણ વ્યાપાર કે ઉઘોગનો ટેકસ માંડવી કસ્ટમ હાઉસ ખાતે થી વસુલવામાં આવતો હતો. માંડવી કસ્ટમ હાઉસને કર વસુલી ખાના તરીકે પણ ઓળખવામાં આવે છે.

મોગલ કાળની અનેક વિશેષતાઓ છે કે તેઓ ગુનેગારોને સહેજ પણ નહોતા બક્ષતા જી હાં ચંપાનેર ખાતે એક એવી જેલનું નિર્માણ મોગલ સમ્રાટ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેનું નામ ત્રણ કોઠિઓ રાખવામાં આવ્યું હતું. તે સમયનાં તમામ પ્રકારનાં કેદીઓને અહીં પુરવામાં આવતા હતા. ત્રણ કોઠીઓની અંદર જો જોઇએ તો તે અંડર ગ્રાઉન્ડ પણ છે. એટલે કે ર મંઝીલી ઇમારતો છે.

આ જેલની વિશેષતા એ પણ છે કે અહીં અન્ડર ગ્રાઉન્ડ કેદીઓની ફેંકી દેવામાં આવતા હતા. આ જેલમાં એક પણ પગથીયા નહોતા જેથી જે કોઇભી કેદીઓ હોઇ તે ગુંગળાઇને મરી જતા હતા. ત્રીસેલ્સ એટલે તીન કોઠીનો પણ સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આર્કિયોલોજીકલ જો વાત કરીએ તો ૧૧૪ મોન્યુમેન્ટ છે. જેમાના ૪૦ મોન્યુમેન્ટને વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે આપણે વાત કરીશું સાત કમાન વિશે પંચ મહોત્સવ ૨૦૧૭નો જે લોગો છે. તે સાત કમાનનો છે. સાત કમાન પાવાગઢ હિલ પાસે આવેલું છે. સાત કમાન એક પ્રકારની વોલ છે. જે પહાડ ઉપર બનાવવામાં આવી છે. સાત કમાનનો ઉપયોગ સીકયોરીટી હેતુ માટે થતો હતો.સાત કમાનનું નિર્માણ કિં લોકીંગ થી કરવામાં આવેલું છે. સૈનિકો દ્વારા ચલાવવામાં આવતા હથીયારો, તીર કામઢાઓ નો ઉ૫યોગ સાત કમાનથી કરવામાં આવતો હતો પતેરા પેલેસે સુધી આ વોલને અટેચ કરવામાં આવી છે.

હવે આપણે વાત કરીએ પાવાગઢ મંદીરની પાવાગડ મંદીર ખાતે માં કાલી બીરાજમાન છે. લોકો જયારે પાવાગઢ આવતા હોઇ ત્યારે સર્વ પ્રથમ તેઓ માં કાલીના દર્શનાર્થે આવતા હોઇ છે. અને માતાને શીશ ઝૂકાવી પોતાની મનોકામનાં વિશે પ્રાર્થના પણ કરતા હોઇ છે. તંત્ર દ્વારા એક સારુ પગલું એ લેવાયું છે કે રોપ-વે શરુ કરી દીધા છે. જેથી તમામ લોકો અથવા તો એવા લોકો જે જે થોડા અસ્વસ્થ હોઇ તો તે રોપ-વેમાં સવારી કરી માતાનાં દર્શન કરી શકે છે. પાવાગઢની ટોચ ઉપર આવેલા માં કાળીનાં મંદીર ઉ૫ર એક દરગાહ આવેલી છે. લોક વાહીકા એવી છે કે પહેલાના સમયમાં મંદીરોને તોડી નાખવામાં આવતા હતા. અને જો તે લોકોને દરગાહ નજરે દેખાઇ પડે તો તેને કાંઇપણ પ્રકારની હાની નહોતી પહલચાડતા જેના કારણે પાવાગઢ મંદીર અંકબંધ છે. અને લોકો અસ્થાયી માતાનાં દર્શન કરવા આવી પહોચે છે. પાવાગઢનું  માં કાળીનું મંદીર પર શકિતપીઠો માનું એક છે. પાવાગઢ મંદીર ખાતે અનેક વિધ પ્રકારની બજારો ભરાતી હોઇ છે. અનેક વિધ વસ્તુઓને લઇ ને

ચંપાનેર ખાતે કબૂતર ખાતાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે કબૂતરો સંદેશા વ્યવહારનું કામ કરતા હતાં. કોઇપણ પ્રકારનો સંદેશો એક ખુણેથી લઇને બીજા ખુણે પહોચાડવાનો હોઇ, તો કબૂતર મારફતે પહોંચાડવામાં આવતો હતો. જેથી તે સ્થળને કબૂતર ખાના તરીકે ઓળખવામાં આવ્યું હતું.

અંતમાં આપણે જેની વાત કરવાની છે તે છે વડા-તળાવની જે સ્થળે પંચમહાલ જીલ્લાનું પંચ મહોત્સવ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. પંચ મહોત્સવ-૨૦૧૭ ૧પ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જેમાં અને અનેક વિધ પ્રવૃતિઓનું સમન્વય થયેલું છે. જેમ કે હેરીટેજ વોલ્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, પેઇન્ટીંગ એન્ડ ફોટોગ્રાફી વર્કશોપ, ફુડ બજાર, કલ્ચરલ ઇવનીંગ, પીલગ્રીમેજ ટુર, ક્રાફટ બજાર, એડવેંચર સ્પોટસ, ફોરેસ્ટ ટ્રેલ, ટેન્ટ સીટી, ટ્રાઇબલ ફુડ ફેસ્ટીવલ સહીત અનેક આકર્ષણો ઉપલબ્ધ પર્યટકો માટે કરાવવામાં આવ્યાં છે. જેથી લોકોને આનંદ ઉલ્લાસ જળવાઇ રહે અને પંચમહાલ વિશે પૂર્ણ માહિતગાર થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.