Abtak Media Google News

અબતક,ઋષી મહેતા, મોરબી

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટયો છે શહેરમાં નવા નવા કોમ્પ્લેક્સોં, શોપિંગસેન્ટરો, અને રહેણાંક વિસ્તારોમાં બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે તેમાં ટાઉન પ્લાનિંગના નિયમોની એસી કરીને કરવામાં આવે છે જે બાબતની રજૂઆત શહેરના એક  શુભચિંતકે કરેલ છે.

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટયો છે કોન્ટ્રાકટરો દ્વારા થતા બાંધકામમાં ખુલ્લી જગ્યા શોચાલય વગેરે બાબતમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે ઘણા શોપિંગ સેન્ટરોમાં ટાઉન પ્લાનિંગ ના નિયમો ના ધારાધોરણ મુજબ બાંધકામ થતું નથી છતાં પણ પ્લાન કોન્ટ્રાકટરો સાથે સાંઠગાંઠ કરી પાસ કરી દેવાતા હોય છે ટાઉન પ્લાનિંગ ના નિયમો ની પૂરેપૂરી જાણકારી ન હોય તેવા ટાઉન પ્લાનિંગના બાંધકામ નો પ્લાન પાસ કરી દેવાય છે.

શહેરમાં શોપિંગ સેન્ટર ના બાંધકામ નિયમ અનુસાર થતાં ન હોવાથી દુકાનો ખરીદનાર વેપારી ઓને બાદમાં ઘણી અગવડો અનુભવી પડે છે. ઘણા શોપિંગ સેન્ટરોમાં  હવાની અવર જ થતી ન હોવાથી વેપારીઓને દુકાન ખરીદ્યા પછી હવા પ્રદુષણના કારણે ઘણા ગ્રાહકો પણ કોમ્પ્લેક્ષમાં ખરીદી કરવા જવાનું ટાળે છે. શહેરના કોમ્પલેક્ષ બાંધકામ ના નિયમ પ્રમાણે થાય અને તે પ્રમાણે જ ટાઉન પ્લાનિંગના પ્લાન મંજૂર કરવામાં આવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.

હળવદમાં હાલમાં ઘણા બધા બાંધકામો વગર મંજુરી  ગેરકાયદેસર રીતે  ચાલુ છે.તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખરાઇ કરીને આવા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે.સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો ખડાકાઈ રહ્યા છે.તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.