Abtak Media Google News

પ્રદુષણ અને ઝેરી હવામાન મામલે વિશ્વના ટોપ મૃત્યુદરમાં ભારત સામેલ

પ્રદૂષણે પાંચ વર્ષથી નીચેની વયના ૬૦૯૮૭ બાળકોનો ભોગ લીધો

વૈશ્વિક સ્તરે ૯૦ ટકા બાળકો ઝેરી હવામાનમાં શ્વાસ લે છે

દેશમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે તો ગ્લોબલ વોર્મિંગના કારણે જાણે પૃથ્વી આગ ગોળો બનવા તરફ જઈ રહી છે. ભારતમાં પ્રદૂષણને કાબુમાં રાખવાના કેટલાક પ્રયાસો નિષ્ફળ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે, ભારતમાં પ્રદૂષિત અને ઝેરી હવાને કારણે ૨૦૧૬માં ૧.૧૦ લાખ બાળકોના મોતનો ચોંકાવનાર આંકડો સામે આવ્યો છે.

Advertisement

જેવી રીતે દેશના નાગરિકોને માહિતી તેમજ શિક્ષણ અંગેના અધિકારો છે તેવી રીતે જો પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધશે તો એ સમય દૂર નથી જયારે સરકારે શ્વાસ લેવાના અધિકારનું પણ નિર્માણ કરવું પડશે. કારણ કે, ભારત ઉપર જાણે ટોકસીક બોમ્બ ફૂટયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રદૂષણને કાબુમાં રાખવા માટે ભારતની રાજધાની દિલ્હીમાં સરકારે ઓડ ઈવન નંબરોની ગાડીને ચલાવવાનો નિર્ણય લીધો હતો તો તાજેતરમાં જ દિવાળી જેવો મહત્વનો તહેવાર નજીક છે ત્યારે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા ઉપર અમુક પ્રકારના અંકુશ જાહેર કરતા ગ્રીન ફટાકડાની જ પરવાનગી આપી છે.

ભારતમાં ઝેરી હવામાનને કારણે કેટલીક બિમારીઓ તેમજ જીવલેણ રોગોની ઉત્પતિ થાય છે ત્યારે ભારતનું ભવિષ્ય કહેવાય તેવા બાળકોનો જીવ જોખમમાં છે. ૨૦૧૬માં સામે આવેલા ૧.૧૦ લાખ બાળકોના મૃત્યુઆંકના ચોંકાવનારા આંકડાને કારણે તંત્રએ સાવધ બનવું પડશે.

૨૦૧૬માં મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોની વય પાંચ વર્ષથી નીચેની હોવાનું સામે આવ્યું હતું. વાયુ પ્રદૂષણ અને હેલ્થ અંગેની સૌપ્રથમ કોન્ફરન્સમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પ્રદૂષિત દેશોના મૃત્યુ દરના આંકડાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ભારત ટોપ-૫માં સામેલ થયું હતું.

મૃત્યુ પામેલા બાળકોમાં મોટી સંખ્યામાં છોકરાઓની સરખામણીએ છોકરીઓનો સમાવેશ થયો હતો. પાંચ વર્ષથી નીચેની વયમાં મૃત્યુનો ભોગ બનનાર બાળકોની સંખ્યા ભારતમાં ૬૦,૯૮૭ રહી હતી. ત્યારબાદ બીજા ક્રમે ૪૭,૬૭૪ સાથે નાઈઝીરીયા અને ૨૧,૧૩૬ બાળકો સાથે પાકિસ્તાન ત્રીજા સ્થાને રહ્યું હતું.

ભારતમાં દર એક લાખ બાળકોએ અડધો અડધના મૃત્યુ પ્રદૂષણને કારણે થઈ રહ્યાં છે. ૫ થી ૧૪ વર્ષની વયમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ૪૩૬૦ રહી હતી. દેશમાં ૨ મીલીયનથી પણ વધુ બાળકોના મોત પ્રિમેચ્યોર ઉમરમાં જ થાય છે. વૈશ્વિકસ્તરે ૯૦ ટકા બાળકો ઝેરી હવાનો શ્વાસ લે છે જે તેમના સ્વાસ્થ્યને નુકશાની પહોંચાડવાની સાથે શારીરિક અને માનસિક વિકાસમાં પણ અસરકર્તા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.