Abtak Media Google News

નિકાસ માટે ૩૧૦ અને આયાતની ૬૧૫ વસ્તુઓને લઈ વેપાર કરાર કરાયો

મોરિશિયસ ટેક્સ હેવન અને મની લોન્ડરિંગને લઈ ખૂબ બદનામ છે. જોકે ભારત માટે મોરેશિયસ સાથેના આર્થિક વ્યવહારો ફાયદાકારક છે. વર્ષોથી મોરેશિયસ દ્વારા ભારતમાં મસમોટું વિદેશી હૂંડિયામણ ઠાલવવામાં આવે છે. આમ તો મોરેશિયસ ટચૂકડો દેશ છે પરંતુ મની લોન્ડરિંગના માધ્યમથી અલગ અલગ દેશોમાં થઈને કાળું નાણું ભારતમાં સફેદ થઈ જાય છે. આવી સ્થિતિમાં તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચે વેપાર કરાર થયા હતા જેમાં ૩૧૦ નિકાસની અને ૬૧૫ આયાતની વસ્તુઓ અંગે સંધિ કાઢવામાં આવી હતી કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ સંધિને મંજૂરી અપાઇ ચૂકી છે.

કૃષિ ટેક્સટાઇલ મેટલ ઇલેક્ટ્રોનિક, પ્લાસ્ટિક, કેમિકલ અને લાકડાની વસ્તુઓ સહિત કુલ ૩૧૦ આઈટમ મોરેશિયસમાં નિકાસ થશે. સામા પક્ષે મોરેશિયસ દ્વારા ભારતમાં ખાંડ, બિસ્કીટ, તાજા ફળ, મિનરલ વોટર જેવી વસ્તુઓનું આયાત કરવામાં આવશે.

ભારતની મોરિશિયસની કંપનીઓ દ્વારા ફંડ આવે છે. આની પાછળ કારણ એ છે કે ત્યાં કર બચાવવામાં આવે છે. તે એક રીત રાઉન્ડ ટ્રિપિંગ છે. આ માટે હવાલા અને અન્ય ચેનલોનો ઉપયોગ કરવામાં આવે છે. મલ્ટિ-લેયર ટેક્સ હેવન બેંક દ્વારા પૈસા ભારત લાવવામાં આવે છે. ખરેખર ભારતથી જ કંપનીઓ કોઈ ને કોઈ રીતે બીજા દેશોમાં પૈસા મોકલે છે, પછી ત્યાંથી આ નાણાં મોરેશિયસમાં આવે છે અને ત્યાંથી એફડીઆઈના રૂપમાં પાછા ભારત આવે છે. તેને રાઉન્ડ ટ્રિપિંગ કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં ૬૯૦ મિલિયન ડોલર જેટલો વેપાર થયો હતો. આ આંકડો વર્ષ ૨૦૧૮માં ૧.૨ મિલિયન ડોલર હતો. દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ લાવવામાં અગત્યનો ભાગ મોરેશિયસ ભજવે છે વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ માધ્યમથી દેશમાં ૫૭૮૦૦ કરોડનું વિદેશી મૂડી હોવાનું જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.