Abtak Media Google News

ગ્રુપ કંપનીઓને નાણા પુરા પાડવાની વાતો સામે આવતા નોટિસ ફટકારાઈ

અનેકવિધ રીતે આર્થિક કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ કે જે ઘરઘરાવ ઉભી કરવામાં આવી હોય તે હવે મની લોન્ડરીંગના રડારમાં આવી ગઈ છે. મુખ્યત્વે નાણા મંત્રાલયના ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટો દ્વારા અડધા ડઝનથી વધુની ઘરઘરાવ એનબીએફસી કંપનીઓ ઉપર નોટીસ પાઠવવામાં આવી છે કે જેની પેટા કંપનીઓને નાણાની સહાયતા કરતી હોય. મુખ્યત્વે બેંક અને એનબીએફસી કંપનીની જવાબદારી રહેતી હોય છે કે કોઈપણ નાણાકિય સંસ્થા દ્વારા જો ગેરરીતી આચરવામાં આવતી હોય તો તેના પર રોક લગાવવામાં આવે પરંતુ આ કાર્ય પૂર્ણ કરવામાં બેંકો ઉણી ઉતરી છે જેના સંદર્ભે આ મુદ્દો નાણા મંત્રાલય પાસે પહોંચ્યો હતો જેના ભાગરૂપે ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટો દ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને આ તમામ એનબીએફસી કંપની ઉપર તવાઈ પૂર્વે નોટીસો ફટકારવામાં આવી હતી.

બીજી તરફ આરબીઆઈના જણાવ્યા મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે આ તમામ એનબીએફસી કંપનીઓના રેકોર્ડ પરથી એ વાતની કોઈ સ્પષ્ટતા થતી નથી કે તેમના દ્વારા કોઈ નાણાકિય વ્યવહારમાં ખોટ ઉદભવિત થઈ હોય. મની લોન્ડરીંગના મુદ્દે ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટો દ્વારા એનબીએફસી દ્વારા જે નાણાકિય વ્યવહારો કરવામાં આવેલા હોય તેના પર હવે બાજ નજર રાખવામાં આવશે અને બીજી તરફ આ તમામ કંપનીઓ દ્વારા જે તેમની પેટા કંપનીઓ હોય અને તેમનામાં નાણાકિય સહાય આપવામાં આવી હોય તે અંગેના તમામ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે. એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, જે એનબીએફસી કંપનીઓ દ્વારા નાણાકિય સહાય તેમની પેટાકંપનીઓને કરવામાં આવેલી હતી તે તમામ કંપનીઓએ તેમના નાણા પરત કરી દીધા છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ ઘરઘરાવ એનબીએફસી કંપનીઓ મની લોન્ડરીંગની રડારમાં આવી જતા જે ગેરરીતી આચરવામાં આવતી હતી તેના પર પૂર્ણવિરામ લાદવામાં આવશે. એનબીએફસીનો મુખ્ય હેતુ એ છે કે જે કોઈ નાણાકિય સંસ્થા કે પેઢી હોય અને તેને આર્થિક સહાયની જરૂરીયાત પડે તે સમયે એનબીએફસી તેમની વ્હારે આવતું હોય છે જેના ભાગરૂપે હજારોની સંખ્યામાં એનબીએફસી દ્વારા લોન પણ આપવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.