Abtak Media Google News

રાજકોટ પોલીટેકનિક કોલેજ ખાતે 68- રાજકોટ વિધાનસભા પૂર્વ મતવિસ્તારનાં ચૂંટણી અધિકારી સુરજ સુથારની ઉપસ્થિતિમાં ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા.

TalimmmOfficeer Talim 2

આ તાલીમ અલગ અલગ ત્રણ સેશનમાં આશરે  450 જેટલા ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.