Abtak Media Google News

ઈ.વી.એમ. સંચાલન, મતદાન મથક પર હાથ ધરવાની પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન

રાજકોટ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આજે 70-રાજકોટ દક્ષિણ મતક્ષેત્રના 500થી વધુ પ્રિસાઈડિંગ ઓફિસરો તથા 550થી વધુ પ્રથમ પોલિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી. રાજકોટ દક્ષિણના ચૂંટણી અધિકારી  કે.જી. ચૌધરી તેમજ માસ્ટર ટ્રેનર  ચિરાગ કાલરિયા, શ્રી અરૂણ દવે સહિતના તાલીમ અધિકારીઓ દ્વારા બૂથ પર મતદાનની કામગીરી, ઈ.વી.એમ. તથા વીવીપેટનું  સંચાલન, મતદાર યાદી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલીમાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

1790 ૭૦ રાજકોટ દક્ષિણ મતક્ષેત્રના પ્રિસાઇડિંગ 3

20થી વધુ આઈ.ટી.આઈ.ના સ્ટાફ દ્વારા પણ તાલીમાર્થીઓને ઈ.વી.એમ.ની ટેકનિકલ તાલીમ પણ આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા અને ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે નિયુક્ત થયેલા અધિકારીઓને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે 74-જેતપુર વિધાનસભા મતવિસ્તાર ના પ્રિસાઈડિંગ અધિકારીઓ તેમજ પ્રથમ પોલિંગ ઓફિસર અને ઝોનલ અધિકારીઓની તાલીમ જી.કે.સી.કે. બોસમિયા કોલેજ, જૂનાગઢ રોડ, જેતપુર ખાતે યોજવામાં આવી હતી.

અહીંના ચૂંટણી અધિકારી  નિમેશ પટેલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કાયદા, નિયમો-માર્ગદર્શિકાઓ તેમજ ઈ.વી.એમ., મોકપોલ, ચૂંટણી સાહિત્ય, મતદાન સંબંધી પ્રક્રિયા અંગે તમામ તાલીમાર્થી સ્ટાફને  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં 142 પ્રિસાઇડિંગ ઓફિસર, 193 પ્રથમ પોલિંગ ઓફિસર તેમજ 32 જેટલા ઝોનલ ઓફિસર, સખી બૂથના આઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આઠ પ્રથમ પોલિંગ ઓફિસરને તાલીમબદ્ધ કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.