Abtak Media Google News

જેતપુર, જસદણ, વિછીંયા, લોધિકા અને પડધરીની અદાલતોમાં ન્યાયધીશોની નિમણુંક

હાઇકોર્ટ દ્વારા ઉનાળા વેકેશન પૂર્વે સિવીલ જજોની સામુહિક બદલીના હુકમો કર્યા છે. જેમાં રાજકોટ શહેર જીલ્લાના 17 સહિત રાજયના 190 જજોની ટ્રાન્સફર કરવામાં આપવામાં આવી છે. જયારે જેતપુર, જસદણ, વીછીંયા, લોધીકા અને પડધરીની કોર્ટમાં ન્યાયધીશો નિમણુંક કરવામાં આવી છે.

રાજયની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ સોનીયાબેન ગોકાણીએ ચાર્જ સંભાળતાની સાથે બદલીનો દૌર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર જીલ્લાના 17 મળી 190 સિવીલ જજોની બદલીના હુકમ કરવામા: આવ્યા છે.

પ્રિન્સીપાલ સિવિલ જજોમાં વિંછીયાના જે.એમ. સોલંકીની એડી. સિનિયર જજ અને એડી. ચીફ જયુ.મેજી. જસદણ તરીકે બદલી થઈ છે. એવી જ રીતે જેતપુરના એડી. સિવિલ જજ એ.એચ. હિરાણીની બીજા એડી. સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જયુ.મેજી. જેતપુરમાં જ પોસ્ટીંગ અપાયું છે.

એડી. સિવિલ જજ અને જયુ.મેજી. ફ.ક. રાજકોટ એ.જે. સંઘવીની રાજકોટના જ 19માં એડી. સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જયુ.મેજી.ના પદે પોસ્ટીંગ અપાયું છે. પડધરીના પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુ.મેજી. ફ.ક. એમ.એમ. શેખને રાજકોટના 20માં એડી. સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જયુ.મેજી. તરીકે પોસ્ટીંગ અપાયું છે. રાજકોટના જયુ.મેજી. ફ.ક. એસ.બી. મુડાલીયરને રાજકોટના 21માં એડીશનલ સિવિયર સિવિલ જજ અને એડી. ચીફ જયુ.મેજી. તરીકે પોસ્ટીંગ મળ્યું છે. ઉપરાંત લોધિકાના પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુ.મેજી. ફ.ક. એમ.એ. પીપરાણીને રાજકોટના 22માં એડી. સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જયુ.મેજી. તરીકે નિમણુંક મળી છે.

રાજકોટના બીજા એડી. સિવિલ જજ અને જયુ.મેજી. ફ.ક. સી.કે. રાઠોડને પડધરીના એડી. સિવિલ જજ અને જયુ.મેજી. ફ.ક. તરીકે બદલી કરાઈ છે. તેવી જ રીતે પાંચમાં એડી. સિવિલ જજ જે.જે. દવેને રાજકોટના જયુ.મેજી. ફ.ક. તરીકે પોસ્ટીંગ મળ્યું છે. રાજકોટના 7માં એડી. સિવિલ જજ આર.કે. જાનીને પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુ.મેજી. ફ.ક. લોધિકાના પદ પર બહાલ કરાયા છે. રાજકોટના ત્રીજા એડી. સિવિલ જજ પી.એન. જૈનને રાજકોટના એડી. સિવિલ જજ એન્ડ જયુ.મેજી. ફ.ક. તરીકે પોસ્ટીંગ અપાયું છે.

રાજકોટના ચોથા એડી. સિવિલ જજ વિનતિ હિરાલાલને બીજા એડી. સિવિલ જજ તરીકે પોસ્ટીંગ અપાયું છે. છઠ્ઠા એડી. સિવિલ જજ એ.એમ. ઓઝાને ત્રીજા એડી. સિવિલ જજ તરીકે નિમણુંક મળી છે એવી જ રીતે અન્ય એડીશનલ જજોના પણ નંબર બદલાયા છે. જેમાં એ.પી. દવેને આઠમાં માંથી ચોથા, કે.એન. જોષીને નવમાં માંથી પાંચમા, દામીની દીક્ષીતને 10માં માંથી છઠ્ઠા નેહા જોષીપુરાને 11માં માંથી 7માં અને એમ.બી. રાવલને 12માં એડી. સિવિલ જજમાંથી આઠમાં એડી. સિવિલ જજ તરીકે નિમણુંક અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.