Abtak Media Google News

ગાંધીનગરથી બદલીના આદેશ થતાં અનેક તર્કવિતર્ક

ગાંઘીનગર સ્તરેથી બદલીના આદેશ થતાં અનેક તર્કવિતર્ક ગુજરાત સરકાર દ્વારા ટેક્નિકલ શિક્ષણ થકી યુવાનોને વિવિધ સ્કીલ શીખવી કુશળ કારીગરો બનાવી રોજગારી આપી રહી છે. ત્યારે તાલીમ અને રોજગાર ખાતું ગાંઘીનગર દ્વારા બુધવારે વહેલી પરોઢે રાજ્યભરમાંથી 2000થી વધારે સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર, સ્ટોર કિપર, આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ એડવાઈઝર અને ફોરમેન ઈન્સ્ટ્રક્ટરની સતત 5 વર્ષથી એક જગ્યાએ હતા. તેઓની અત્યાર સુઘીની મોટાપાયે સાગમટે બદલીઓ કરવામાં આવી હતી.

Advertisement

બીજી તરફ આ બદલી જાહેર હિતાર્થે થતાં પતિ-પત્ની નોકરી કરતા હોય, દિવ્યાંગ હોય તેમજ માતા પિતા પત્ની બિમાર હોય તેવા કર્મીઓની પણ બદલીઓ થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બદલીઓના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં થતા સુરેન્દ્રનગર નોડલ આઈટીઆઈના કુલ 28 કર્મીઓની બદલી થઈ જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ક્રેડિટ સોસાયટીના તમામ હોદ્દેદારોની બદલીઓ જેમાં પ્રમુખ દિપકભાઈ એન.રાઠોડની રાણપુર બદલી, ઉપપ્રમુખ એન.કે. પટેલ અને જે. કે. પાટડીયાની સરખેજ અને એમ.બી. ખાખીની ધ્રાંગધ્રા બદલી કરાઈ હતી.

સુરેન્દ્રનગર આઇટીઆઈ સહિત જિલ્લાની 11થી વધુ આઇટીઆઈઓમાંથી અંદાજે 40 કર્મીઓની બદલીઓ કરાઇ હતી.

બીજી તરફ આ બદલીઓ થતા અસંતોષ સાથે કર્મચારીઓનુ મનોબળ તૂટશે તેમજ કાર્યક્ષમતા પર વિપરિત અસર થશે તેવો ગણગણાટ શરૂ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.