Abtak Media Google News

મોરબી, જાફરાબાદ, માંડવી, સિકકા, ધોરાજી, ઉપલેટા અને કેશોદના ચીફ ઓફીસરો બદલાયા

સૌરાષ્ટ્ર-કચ્છની સાત નગરપાલિકા સહિત રાજયની ર0 નગર પાલિકાઓની રાજય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. વિધાનસભાની ચુંટણી પૂર્વ સરકાર દ્વારા બદલીનો દૌર શરુ કરવામાં આવી છે. મોરબી, જાફરાબાદ, માંડવી, સિકકા, ધોરાજી, ઉપલેટા અને કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે.

વ્યારા પાલિકાના ચીફ ઓફીસર દર્પણ દિપકકુમાર ઓઝાની ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે બદલી કરવામાં આવી છે. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફીસર રાહુલ દેવ ઢોડિયાની વ્યારા ખાતે, ગણદેવી પાલિકાના ચીફ ઓફીસર નિલકંઠ અણધણની બીલીમોરા ખાતે, કાલોલ પાલિકાના ચીફ ઓફીસર વિનય ડામોરની હાલોલ ખાતે, મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાની હળવદ ખાતે, પાલનપુર પાલિકાના ચીફ ઓફીસર, ગૌરાંગ  પટેલની દેવગઢ બારિયા ખાતે, પાટણ પાલિકાના ચીફ ઓફીસર પંકજભાઇ બારોટની પાલનપુર ખાતે,  જાફરાબાદ પાલિકાના ચીફ ઓફીસર સદામહુશેન અંસારીની ભાભર ખાતે, સિઘ્ધપુર પાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલની રાધનપુર ખાતે, માંડવી (કચ્છ) નગરપાલિકાના ચીફ ઓફીસર મહેન્દ્ર સોલંકીની કરજણ ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત સિકકા નગરપાલિકાના ચીફ ઓફીસર જયમલ મોઢવાડીયાની ધોરાજી ખાતે, ભાભર નગરપાલિકાના ચીફ ઓફીસર વૈશાલીબેન નિનામાની ડીસા ખાતે, ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફીસર ચારૂબેન મોરીની જસદણ ખાતે, ઓડ નગરપાલિકાના ચીફ ઓફીસર સંદીપભાઇ પટેલની પાટણ ખાતે, ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફીસર, નિલમબેન ઘેટીયાની કેશોદ ખાતે, કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસર પરબતભાઇ ચાવડાની ઉપલેટા ખાતે દહેગામ નગરપાલિકાના ચીફ ઓફીસર ભદ્રેશભાઇ પટેલની ખેડા ખાતે, જયારે ખેડા નગરપાલિકાના ચીફ ઓફીસર રોશનીબેન પટેલની દહેગામ ખાતે, ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્રકુમાર ગઢવીની સિકકા ખાતે અને કઠલાલ નગર પાલિકાના ચીફ ઓફીસર નિલમબેન ડી. રોપની થાનગઢ ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.