Abtak Media Google News

છ માસમાં ઇંધણના પૈસા ન ચૂકવી રૂ.૪૫,૦૧ લાખની કરી છેતરપીંડી

ગાંધીધામમાં પેટ્રોલપમ્પના માલિમ સાથે ટ્રાન્સપોટરે લાખોનો ચુનો ચોપડયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પોતાના વાહનોમાં ઈંધણ પુરાવી છેલ્લા છ માસથી પૈસા ન ચૂકવી કુલ રૂ.૪૫,૦૧,૧૧૧ની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામના પેટ્રોલપમ્પમાં ખાતું ખોલાવી પોતાની અને પોતે ભાડે રાખેલા વાહનોમાં ઉધાર પેટ્રોલ ડીઝલ ભરાવ્યા બાદ રૂ.૪૫ લાખ ન ચૂકવી ટ્રાન્સપોર્ટર પિતા-પુત્રએ પેટ્રોલપમ્પના સંચાલક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા રણજિતસિંગ રઘુવિરસિંગ સૈનીનો ગાંધીધામ-ભચાઉ હાઇવે પર રઘુવીરસિંગ એન્ડ કંપનીની માલિકીનો પેટ્રોલપમ્પ પણ છે. આ પેટ્રોલપમ્પની દેખરેખ તેમનો પુત્ર રાજવીરસિંગ સૈની રાખે છેે.

આજથી એકાદ વર્ષ પહેલાં ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા મુળ રાજસ્થાનના હાલે મેઘપર બોરીચી રહેતીરામ ભીયારામ ગોર અને તેના પુત્ર સુનિલકુમાર શ્રીરામ ગોર જેઓ જવાહરનગર ખાતે ચેતના ફ્રેટ કેરિયરના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે તેમણે પોતાના અને પોતે ભાડે રાખેલા વાહનોમાં ડિઝલ અને ઓઇલ ઉધારીમાં ખરીદ કરવાનું શરૂ કર્યું હતું.

શરૂઆતમાં ટ્રાન્સપોટરે ઉધારીના નાણા નિયમિત ચૂકવ્યા હતા. ત્યારબાદ છેલ્લા છ માસથી તેઓએ પોતાના અને ભાડે રાખેલા વાહનોમાં ભરાવેલા રૂ.૪૫,૦૧,૧૧૧ની કિંમતના ડિઝલ અને ઓઇલના બાકી રખાવ્યા હતા. જે રકમની જ્યારે ઉઘરાણી કરાતી ત્યારે બન્ને પિતા-પુત્ર બહાના કાઢી આજ દિવસ સુધીનો સમય કાઢી નાખ્યો હતો. તેમણે આ બન્ને પિતા-પુત્રએ ૪૫ લાખ ન ચૂકવી છેતરપિંડી કરી હતી. પોલીસે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.