Abtak Media Google News

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઈ ધુ્રવ અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ત્રંબકેશ્ર્વર મહાદેવની લીધી મુલાકાત: રહેવા, ન્હાવા-ધોવા સહિતની સુવિધા ઉભી કરાશે

આજરોજ ત્રંબા ખાતે આજી નદી ત્રીવેણી સંગમ ત્રંબકેશ્ર્વરક મહાદેવ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઈ ધ્રુવ અને ભાનુબેન બાબરીયા ધારાસભ્ય તેમજ આર્કિટેક એન્જીનીયરે ગામના લોકોને સાથે રાખીને યાત્રાધામના વિકાસ માટેની મુલાકાત લીધી હતી.

Advertisement

Vlcsnap 2017 07 14 13H50M30S227ત્યારે ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ કે, અહિ ભાદરવા માસમાં આવતા લોકોને રહેવા માટે નાહવા, ધોવા માટેની સગવડ થઈ શકે અને તેઓને કોઈ મુશ્કેલી ન પડે બહારથી આવતા લોકોને પણ સારી સગવડ મળી રહે અને તીર્થ ધામનો વિકાસ માટે મુલાકાત લીધેલ છે. તેથક્ષ આર્કિટેકની ૨ લોકોની ટીમ સાથે પ્લાન માટે અને શું ફેરફાર કરવા તે માટે સાથે જ આવ્યા છે. ત્યારે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતુ કે, ત્રંબામાં ત્રિવેણી સંગમ ખાતે વિકાસ થશે ત્યારે આ વિકાસ એક બે મહિનામાં આ કામ જલ્દી શ‚ કરી અને આવનારા પાંચ વર્ષ સુધી કોઈ પણ બીજી વાર જોવું ન પડે તે રીતે તૈયાર કરવામાં આવશે અને આ જગ્યાનો વિકાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.