Abtak Media Google News

ગ્રામ પંચાયતની ૭૩ ટકા, પંચાયતની ૯૦ ટકા અને જીલ્લા પરિષદની ૯૫ ટકા સીટો પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પગદંડો: કાર્યકર્તાઓમાં

પશ્ચિમ બંગાળમા પંચાયત ચુંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. પંચાયત ચુંટણીમાં ફરી એક વખત મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસે (ટીએમસીએ) ડંકો વગાડયો છે. અને પંચાયતની ૯૦ ટકા સીટો પોતાને નામ કરી લીધી છે. જયારે ભારતીય જનતા પાર્ટી બીજા સ્થાને આવી છે માત્ર પંચાયત નહિ પણ જીલ્લા પરીષદમાં પણ ટીએમસીએ દબદબો જારી રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે  પશ્ચિમ બંગાળમાં ગ્રામ પંચાયત, પંચાયત સમીતી અને જીલ્લા પરીષદની ચુંટણી યોજાઇ હતી જેના પરિણામો ગુરુવાર રાત્રે જાહેર થઇ ગયા છે. જીલ્લા પરીષદની ૯૫ ટકા, પંચાયતની ૯૦ ટકા, અને ગ્રામ પંચાયતની ૭૩ ટકા સીટો તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ હાંસલ કરીસ વધુ એક ભગત સાબિત કર્યુ છે કે, પશ્ચિમ બંગાળમાં તેનો જ પગદંડો છે તૃણમૃલ કોંગ્રેસની પંચાયતમાં કુલ ૨૦,૪૪૧ સીટો પર જીત થઇ છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે જીત હાંસલ કરતા કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છવાયો છે જણાવી દઇએ કે, ચુંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં સિંહા થઇ હતી જેને લઇ બુધવારે રાજયમાં ઘણી સીટો પર ફરીથી ચુંટણી થઇ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.