ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે ‘રક્ષાબંધન’….જાણો શા માટે મનાવાય છે આ પર્વ ? પૌરાણિક રહસ્ય પણ જોડાયેલુ..!!

ભાઈ બહેનના સંબંધોમાં સુગંધ ભરતો ઉત્સવ , બ્રાહ્મણોનો યજ્ઞોપવીત બદલવાનો ઉત્સવ, કનિષ્ઠ વેપારીઓનો સમુદ્ર પૂજનનો ઉત્સવ આ ત્રણે ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે જ શ્રાવણી પૂર્ણિમા – રક્ષાબંધન. આ બંધન પર્વ ઉપર જાણે ઉત્સવ ત્રિવેણી રચાય છે. આજના દિવસે બહેન પોતાના ભાઈના હાથ રાખડી બાંધે છે . સાથ સાથ ભાઈના હૃદયને પ્રેમથો બાંધે છે. ભાઈ બહેનનું મિલન એટલે પ્રેમ અને સંયમનો સહયોગ , નિ:સ્વાર્થ સંબંધની અદ્ભુત ઘટનામાં પોતાની બહેનને અનિષ્ટ તત્વોથો રાણનું છત્ર આપવાની ખાતરી આપતો ભાઈ આ દિવસે બહેન પાસે ’ રક્ષા ’ રૂપે હાર્દિક શુભેચ્છાઓ મેળવે છે .

બહેનની રાખડી હાથ પર બંધાતાં જ ભાઈની દષ્ટિ બદલાઈ જાય છે . રાખડી – રક્ષા બાંધનાર બહેન તરફ તે વિક્ત દૃષ્ટિથી જોતો નથી . ભાઈના હાથ રાખડી બાંધતા પહેલાં બહેન તેના લલાટે કુમકુમ તિલક ક્રે છે તે જ્વળ ભાઈની મસ્તક પૂજા નથી પણ ભાઈના વિચારો અને બુદ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે . બહેન ભાઈના અણિ શુદ્ધ વર્તનને પૂજે છે . આ તિલક પ્રક્રિયામાં દષ્ટિ પરિવર્તનની ક્રિયા સમાયેલી છે . જગતને જોવા માટેની બે આંખો ઉપરાંત તિલક રૂપી . ત્રીજી પવિત્ર આંખ આપીને બહેને પોતાના ભાઈને ’ ત્રિલોચન ’ બનાવ્યો હોય એવો સંક્તિ પણ તેમાં છે . ભગવાન શિવે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કર્યા હતા તેમ બહેન પણ આ તિલકનેત્ર , બુદ્ધિનું લોચન ખોલી વિકાર વાસનાને ભસ્મ કરવાનું અને સંયમિત દષ્ટિ કેળવવાનું જાણે ભાઈને સૂચવે છે . રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનનો ભાઈ પ્રત્યેનો નિર્ણોજ સ્નેહ ભરેલો છે .

રક્ષાનું બંધન જીવનમાં ઉપયોગી એવા અનેક બંધનોની પણ રક્ષા કરે છે . લોખંડનો મજબૂત બેડીને તોડી શકે એવો સમથ ભાઈ પણ પોતાની બહેને બાંધેલી એ નાનકડી રક્ષાના બંધનને તોડી શક્તો નથી . અને તેની મર્યાદાનું ઉલ્લંધન કરી શક્તો નથી . રક્ષા- રાખડી એ વળ સૂતરનો તાંતણો નથી , જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન પણ છે !

ભાઈના હાથ રાખડી બાંધી બહેન માત્ર પોતાનું જ નહીં પરંતુ જાણે સમગ્ર સ્ત્રી જાતનું પણ રક્ષણ ઈચ્છે છે , માત્ર પોતાના તરફ જ નહિ પરંતુ સમગ્ર સ્ત્રી સમાજ તરફ ભાઈ પવિત્ર દષ્ટિથો , માનની ભાવનાથી જુએ એવો , સ્ત્રી તરફ વિક્ત દૃષ્ટિ નહીં , પવિત્ર દૃષ્ટિ રાખ ’ જાણે એવો મહાન સંદેશ પણ અહીં મળે છે . તો ભાઈ પણ બહેનની રક્ષા માટે જરૂર પડે તો પોતાનું સર્વસ્વ આપી દેવાની તૈયારી દર્શાવે છે . એ સર્વસ્વ આપવાની તૈયારી રૂપે બહેનને રક્ષાબંધને ભેટ અને આશીર્વાદ આપે છે . આમ ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું આ પર્વ ચારિત્ર્યશકિત અને સમર્પણ ભાવનો પર્વ પણ છે !

આ પર્વ બ્રાહ્મણો માટે યજ્ઞોપવીત એટલે કે જનોઈ ધારણ કરવાનું પર્વ પણ છે . આ દિવસે બ્રાહ્મણો અને અન્ય કેટલાક વર્ણના લોકો જનોઈ બદલી નવી યજ્ઞોપવીત ધારણ કરે છે , તે જનોઈમાં નવ તાંતણા હોય છે . એટલે નવ દેવો પોતાના કાર્યો માં સાથે રહે તથા અશુભથો પોતાની રક્ષા રે અને પોતાનું જીવન અંકુશમાં રાખે એવો તોનો મર્મ છે . સરસ્વતી ક્લના સંચાલકો પ્રદીપભાઈ ખીમાણી ઈગદ’શભાઈ ખીમાણી નરેશભાઈ ખીમાણી રધુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણી એમ પણ જણાવે છે કે આ ઉત્સવ માછીમારો, સાહસિક વેપારીઓ માટે પણ મહત્વનો ! માછીમારો પોતાની રક્ષા માટે દરિયા દેવને પ્રસન્ન કરવા આ દિવસે નારિયેળથો દરિયાનું પૂજન કરે છે . શ્રીફળથી કરાતા પૂજનને કારણે આ પર્વ નારિયેળી પૂનમ તરીકે પણ પ્રસિદ્ધ છે .


વેપારીઓ પણ આ પૂજનમાં જોડાય છે . સમુદ્ર પર સત્તા ચલાવતા વરણદેવ પૂજનથી પ્રસન્ન થઈને માલવહન રતાં વહાણોને નુકસાન ન કરે એવો ભાવ કદાચ આ સમુદ્ર પૂજન પાછળ હોઈ શકે . ભારતમાં કોંકણ અને મલબારમાં સમુદ્ર પૂજન વધુ પ્રચલિત છે . આપણે જાણે – અજાણે સંસાર સાગરમાં ઝંપલાવ્યું છે તેને પાર કરી પ્રભુને પામવું એજ માનવજીવનનું ધ્યેય છે એમ પણ આ સમુદ્ર પૂજન સૂચવી જાય છે .