વેંચાણ જમીનની વારસાઈ નોંધ મામલે  કલેક્ટરનો હુકમ  ટ્રિબ્યુનલે કર્યો રદ

ડેપ્યુટી કલેકટરનો હુકમ રાજકોટ કલેક્ટરે યથાવત રાખતા ખરીદનારના વારસો અપીલમાં ગયા હતા

લોધીકા તાલુકાના ખાંભા ગામે વેચાણ થઇ ગયેલી જમીનની વારસાઈ નોંધ પ્રમાણિત કરી લેવાના કેસમાં કલેકટ2 2ાજકોટનો ટુકડા ધારા સંબંધેનો હુકમ રેવન્યુ ટ્રિબ્યુનલ દ્વારા રદ કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, લોધીકા તાલુકાના ગામ ખાંભાના રેવન્યુ સર્વે નં. 251 /1 પૈકી 2 ની જમીન હે.આરે.ચો.મી. 09814 તથા રેવન્યુ સર્વે નં. 251/2 ની જમીન હે.આરે.ચો.મી. 02428 એમ મળી કુલ જમીન હે.આરે.ચો.મી. 122-42 વાળી જમીન રણછોડભાઈ નાથાભાઈ પટેલે રજિ. વેચાણ દસ્તાવેજથી તા.15/ 01/ 1986ના રોજ કાનજીભાઈ મનજીભાઈ સખીયા પાસેથી ખરીદ કરી હતી, જે સબંધે ગામ નમુનો નં. 6 હકક પત્રકે નોંધ પડાવવા જતા રેવન્યુ અધિકારી દ્વારા રેવન્યુ સર્વે નં. 251 1 પૈકી 2 ની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 09814 પુરતી જ નોંધ પ્રમાણીત કરેલ અને રેવન્યુ સર્વે નં. 251/2 ની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 02428 ટુકડો હોય જેથી જમીન મુળ ખાતે રાખેલ.

ત્યારબાદ મુળ ખાતેદારનું અવસાન થતા તેમના વારસદારો દ્વારા ગામ નમુના નં. 6એ વારસાઈ નોંધ પડાવી લીધેલ હોય, જે સબંધે મુળ ખાતેદાર તથા તેના વાસ2દા2ો જમીન વહેચી દીધી હોવાનું સારી રીતે જાણતા હોવા છતા રેવન્યુ અધિકારીઓને અંધારામાં રાખી વારસાઈ નોંધ પ્રમાણીત કરાવી લીધા બાબતે જમીન ખરીદનાર રણછોડભાઈ નાથાભાઈ પટેલના વારસદારો દ્વારા ડેપ્યુટી કલેકટર તથા કલેકટર રાજકોટ સમક્ષ અપીલ કરેલ, જે અપીલ નામંજુર કરતા જમીન ખરીદનારના વારસદારો દ્વારા રેવન્યુ ટ્રિબ્યુનલ, અમદાવાદ મુકામે રિવિઝન દાખલ કરેલ અને નાયબ કલેકટર તથા કલેકટર રાજકોટનો હુકમ ટુકડા ધારાની જોગવાઈથી વિરૂધ્ધનો હુકમ હોય જે સબંધે ગુજરાત સરકારના વિવિધ પરીપત્રો તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ જજમેન્ટો રજુ કરી ધારદાર દલીલ કરેલ કે, એક જ શેઢે જે જમીન આવેલ હોય તેને ટુકડા ધારો લાગુ ન પડે તેમજ જમીન પિયત હોય પિયત જમીન ગણીને ટુકડા ધારામાંથી મુકતી આપવી જોઈએ તેવી રજુઆત કરેલ, જેથી મહેસુલ સચીવ રેવન્યુ વિવાદ દ્વારા તેમના ચુકાદામાં ટુકડા ધારા સબંધેની ગાઈડ લાઈન્સ બહાર પાડી રણછોડભાઈ નાથાભાઈ પટેલના વારસદારોની ટુકડા ધારા સબંધેની રિવિઝન મંજુર કરેલ અને કલેકટર રાજકોટનો હુકમ રદ કરતો હુકમ ફરમાવ્યો  છે. આ કામમાં ગુજરનારના વારસદારોના એડવોકેટ તરીકે વિજય કે. રૈયાણી, દિક્ષીતા વી. રૈયાણી, સુમીત ડી. વોરા રોકાયા હતા.