‘ચાલને જીવી લઇએ’માં આજે સાખી-સ્તુતિ અને ભજનોનો ત્રિવેણી સંગમ

હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે…..

‘અબતક’ ચેનલ દ્વરા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કર્યા છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પણ પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.

ચાલને જીવી લઇએ શ્રેણીમાં આજે દેશી ભજનના કલાકાર જયંતિ પટેલ સરપદળના વતની છે છેલ્લા ૧પ વર્ષથી ભજન સંતવાણી ક્ષેત્રમાં જોડાયેલા છે. નાનપણથી જ ભજન ગાવાનો શોખ ધરાવતા આ કલાકારે પૂ. રણછોડદાસબાપુના આશ્રમથી ગાવાની શરુઆત કરી હતી.

શહેરના રંગીલા મંડળ નવરાત્રી મહોત્સવમાં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧પ વર્ષથી નવરાત્રી દરમ્યાન ગરબીમાં પોતાના કંઠે ગરબા રજુ કરી શ્રોતાઓને ભાવવિભોર કરે છે અનેક સંતો સમક્ષ પોતાની કલા રજુ કરી આશીર્વાદ પ્રાપ્ત કરનાર જયંતિ પટેલના કંઠે આજે સાખી, સ્તુતિ  અને ભજોની મોજ માણશું તો ‘ચાલો જીવી લઇએ’

કલાકારો

  • કલાકાર: જયંતિ પટેલ
  • ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: મહેશ ત્રિવેદી
  • પેડ: કેયુર બુઘ્ધદેવ
  • કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

* છોડી મત જા મને એકલી

* હે જગ જનની હે જગદંબા

* આ હાલી ભરવાને પાણી

* લક્ષ્મણ ઘડીક તો ઉભા રહો

* રમતો જોગી રે કયાંથી આવ્યો