Abtak Media Google News

એ મુલાકાત એક બહાના હૈ!!!

ટ્રમ્પ દંપતીની આગવી મહેમાનગતિ માટે રાજ્ય સરકારના ‘અછોવાના’ વચ્ચે ટ્રમ્પની બાલીશતાથી તેમની માનસિકતા પર ઉઠતા પ્રશ્નાર્થો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેની બે દિવસની ભારતયાત્રાનો પ્રારંભ ૨૪મીએ અમદાવાદથી કરનારા છે. અમેરિકા સાથે ટ્રેડડીલ, સહિતના અનેક મુદે વ્યુહાત્મક ભાગીદારી વધારવા મોદી સરકારે ટ્રમ્પની આ મુલાકાતથી બહુ આશાવાદ છે. પરંતુ ટ્રમ્પ તેમની મુલાકાતનો પ્રારંભ થાય તે પહેલા ગઈકાલે અમેરિકામાં સ્પષ્ટ કરી દીધું હતુ કે મોદી તેમના સારા મિત્ર છે. પરંતુ ભારતનો વ્યવહાર અમેરિકા પ્રત્યે સારો ન હોય તેઓ હાલ ટ્રેડડીલ કરવાની તરફેણમાં નથી જેની ટ્રમ્પની આ મુલાકાત ભારતના વેપાર વધારવાની આશા માટે ઠગારી નીવડી છે. આગામી નવેમ્બરમાં અમેરિકા પ્રમુખ પદની ચૂંટણી યોજાનારી છે. ત્યારે ભારતીયોનાં મતો મેળવવા ટ્રમ્પ ભારતની આ મુલાકાતે આવી રહ્યાનું મનાય રહ્યું છે. જેથી ટ્રમ્પની આ મુલાકાત એનઆરઆઈ અમેરિકનોનાં મતો મેળવવા લાગણી જીતવા માટે યે મુલાકાત એક બહાના સમાન પૂરવાર થનારી છે.

મહેમાનગતિ કરવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીયો મહેમાન નવાજીમાં કોઈ ઉણપ ન રહે તે માટે ગમે તેટલો ખર્ચ કરતા પણ અચકાતા નથી. ભારતીયોની આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને રાજય સરકારે અમદાવાદની ટ્રમ્પ દંપતિની માત્ર ત્રણ કલાકની મહેમાનનવાજી માટે ૧૩૦ કરોડ રૂા જેવો ખર્ચ કરવામાં આવનારો છે. એક તરફ ભારત અને ગુજરાત સરકાર ટ્રમ્પની મુલાકાત માટે કરોડો રૂા.ના ખર્ચે અછોવાના કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ટ્રમ્પ મહેમાનગતિના શિષ્ટાચારને ભૂલી જઈને મુલાકાત પહેલા જ બફાટકરી રહ્યા છે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમ્યાન મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાનારો છે. અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમની થીમ પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાનારો છે.

પરંતુ, બંને કાર્યક્રમો વચ્ચે ફરક એ છે કે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ટીકીટો રાખીને ખર્ચ કાઢવામાં આવ્યો હતો. જયારે નમસ્તે ટ્રમ્પ માટે ગુજરાત સરકાર જાતે કરોડો રૂા.નો ખર્ચ કરનારી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા લોકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવનારો છે. ભારતીયો છાસ રોટલો ખવડાવવાનો આગ્રહ કરીને મહેમાનોને બત્રીસ જાતના ભોજન જમાડતા હોય છે. જયારે અમેરિકનો દોસ્તીની વાતો કરીને છેલ્લે પોતાનો સ્વાર્થ હાંસલ કરી લેતા હોય છે. તેવું ટ્રમ્પે ગઈકાલે અમેરિકા હસતા મુખે કહેલી કડવી વાતો પરથી પૂરવાર થયું છે.

Admin

ટ્રમ્પ દંપતીનું ‘શંખનાદ’સાથે પરંપરાગત ગુજરાતી શૈલીમાં ભવ્ય સ્વાગત કરાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નિ મેલાનીયા ૨૪મીએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરીને તેમની બે દિવસની ભારતયાત્રાનો પ્રારંભ કરનારા છે. અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન એરફોર્સ વનમાંથી ટ્રમ્પ દંપતિ બહાર નીકળે તે સાથે ૧૯ જેટલા કલાકારો ‘શંખનાદ’ કરીને તેમનું સ્વાગત કરશે. આ શંખનાદનો ધ્વનિથી સમગ્ર એરપોર્ટ વિસ્તાર ગુંજી ઉઠશે ઉપરાંત ટ્રમ્પ દંપતિના સ્વાગત માટે ૧૫૦ ફૂટ પહોળી લાલ જાજમ પાથરવામાં આવશે. આ જાજમની બંને તરફ ૧૧૬ કલાકારો, બેડા નૃત્ય, નનૈયાઢોલ, બારબેડા નૃત્ય, ઢોલ ભુંગળી શહેનાઈ, ફૂલમંડળી વગેરે જેવા પરંપરાગત ગુજરાતી કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત કરશે. ઉપરાંત આ પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા ૧૪ ગ્રુપના ૨૫૬ કલાકારો પરંપરાગત નૃત્ય કરશે ટ્રમ્પ મોદીનો ૨૨ કિલોમીટરનો રોડ શો યોજાનારો છે. દરમ્યાન ટ્રમ્પ દંપતિ સાબરમતી આશ્રમની મુલાકાત લઈને ગાંધીજીના જીવન પ્રસંગોની સ્મૃતિઓને વાગોળશે બાદમાં ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ જશે જયાં ૧ લાખ લોકો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.