Abtak Media Google News

જ્યારે વાત આવે ગુજરાતની તો દરેકને એકવાર તો યાદ આવેજ યાદ અહીના રોટલા અને ઓળાની. કારણ દરેક ગુજરાતી માટે તે આ વાનગી ખૂબ ખાસ વાનગી છે.

તો આ વાનગી દરેક ગુજરાતીના ઘરે તો બનતી જ હોય છે. તો આ રીતથી ઘરે જ બનાવો કઈક આ રીતે.

મુખ્ય સામગ્રી

રીંગણ – 2 નંગ મોટા રીંગણ [ આશરે 500 ગ્રામ ]

તેલ – ૪ ચમચા  રીંગણ પર લગાડવા

સમારેલા લીલા મરચા – 2 નંગ

આદુ લસણની પેસ્ટ ૨  ચમચી

ઝીણી સમારેલી ડુંગળી – 4 થી 5 નંગ

ઝીણા સમારેલા ટામેટા – 4 થી 5 નંગ

ઝીણી સમારેલી કોથમીર – ઇચ્છાનુસાર

જીરું – ૧/૨ ચમચી

રાઈ- ૧/૨ ચમચી

હિંગ – 1/4 [ પા ] ચમચી

મીઠું – સ્વાદાનુસાર

હળદર – ૧-૪ ચમચી

ધાણા પાઉડર -૧ ચમચી

ગરમ મસાલો – ૧/૨ ચમચી

લાલ મરચા પાઉડર ચમચી અથવા સ્વાદાનુસાર

બનાવાની રીત :

સૌ પ્રથમ બે મોટા રીંગણા લ્યો ત્યાર બાદ તેના તેલ લગાડી તેને ગેસ પર શેકો.

આ થયા બાદ જ્યારે રીંગણાનું પડ જ્યારે કડક થઈ જાય ત્યારે તેને કાઢી લ્યો અને તેનો માવો ત્યાર કરો.

આ થયા બાદ એક વાસણમાં તેલ લઇ તેમાં  ૧/૨ ચમચી રાય ,૧/૨ ચમચી જીરું ,૧/૪ ચમચી હિંગ , લીલા મરચાં અને આદું લસણની પેસ્ટ નાખો અને મીઠું સ્વાદઅનુસાર,૧/૨ હળદર,૧ મરચું ,૧ગરમ મસાલો નાખો.આ બધુ સરખું તતડી જાય પછી તેમાં ૪ કપ ડુંગળી નાખો તે આછી ગુલાબી શેકાય જાય ત્યારબાદ ૪ ટામેટાં નાખો અને આ બધુ એક વાર હલાવી અને આ બધાને થોડી વાર હલાવી લ્યો અને ત્યારબાદ તેમાં રીંગણાનો માવો ઉમેરી તેને ૨-૩ મિનિટ હલાવી છેલ્લે તેમાં કોથમીર ઉમેરો. ત્યાર બાદ આ ઓળાને ગરમ- ગરમ રોટલા ગોળ સલાડ તેમજ છાસ સાથે સર્વ કરો.

7537D2F3 13

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.