Abtak Media Google News

મંદિરની સાથે હોસ્ટેલ, સામાજિક સંગઠન તેમજ રોજગાર ભવન, એનઆરઆઈ ભવન વગેરે કાર્યરત થશે

સમાજના પરિવારોને આકસ્મિક આપતીમાં મદદરૂપ થવા ‘વિશ્ર્વ ઉમિયા સુરક્ષા કવચ’ સહાય અપાશે

અમદાવાદ વૈષ્ણોદેવી મંદિર નજીક પાટીદારોની વૈશ્ર્વિક સંસ્થા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ માં ઉમિયાનું વિશ્ર્વ કક્ષાનું દૈદીપ્યમાન મંદિરનું નિર્માણ (૧૩૧ મીટર ઉંચાઈ) થવા જઈ રહ્યું છે. જગત જનનીમાં ઉમિયાના મંદિરનો શીલાન્યાસ આગામી તા.૨૯-૨-૨૦૨૦ના રોજ યોજાશે. સમાજમાં રહેલ આત્મબળ, મનોબળ, વિદ્યાબળનો એક સો ઉપયોગ કરી પ્રચંડ તાકાત ઉભી કરી ધર્મની સાથે શિક્ષણ, આરોગ્ય, સંગઠન, કૃષિ અને રોજગાર ક્ષેત્રે સમાજના વિકાસની નવી ક્ષિતીજો સર કરવા સામાજીક સશક્તિકરણના કેન્દ્ર સમા મંદિરનું નિર્માણ વા જઈ રહ્યું છે.૧૦૦૦ વિઘા જમીનમાં ૧૦૦૦ કરોડના સામાજીક પ્રોજેકટમાં આરોગ્ય, પ્રિ-પોસ્ટ મેડિકલ કેર યુનિટ, સામાજિક સંગઠન ભવન તા રોજગાર ભવન, અદ્યતન સુવિધા સજ્જ એનઆરઆઈ ભવન, સ્કીલ યુનિવર્સિટી અને કેરીયર ડેવલોપમેન્ટ, હેલ્, સ્પોર્ટસ અને કલ્ચરલ કોમ્પલેક્ષ, ક્ધયા-કુમાર વર્કિંગ વુમન હોસ્ટેલનું પણ નિર્માણ શે. આ ઉપરાંત સમાધાન પંચ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કાયમી ભોજન શાળા, મેટ્રિમોનીયલ અને કાયમી લગ્ન કેન્દ્ર, વિધ્વા ત્યકતા બહેનો માટે રોજગાર કેન્દ્ર, જોબ પ્લેસમેન્ટ, મહેસુલી માર્ગદર્શન કેન્દ્ર, કાનૂની ઈમિગ્રેશન સલાહ કેન્દ્ર પણ કાર્યરત રહેશે.

Advertisement

પાટીદાર સમાજના પરિવારોને આકસ્મિક આપતીમાં ર્આકિ મદદરૂપ થવા સંસ્થાએ વિશ્ર્વ ઉમિયા સુરક્ષા કવચ સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. ૧૮ થી ૫૩ વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આ સુરક્ષા કવચમાં સભ્ય બની શકે છે. આ સહાયમાં સભ્ય બનવા માટે એક સો રૂા.૩૧૦૦૦નું દાન તા એક વર્ષના ચાર ત્રિમાસીક રૂા.૮૫૦૦ના હપ્તામાં કુલ ૩૪૦૦૦નું દાન જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ સહાય સર્ટીફીકેટ મળ્યા તારીખી એક વર્ષ બાદ સહાય મળવાપાત્ર શે.

ઉમિયા ધામના સંકુલ અને માં ઉમિયાના ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણમાં સમાજના દરેક પરિવારને સહભાગી વા ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.