Abtak Media Google News

પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડિવિઝન એચ. એમ. જાડેજા સાહેબની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમોને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે પડધરી પો. સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢિયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પો સબ ઇન્સ જે વી વાઢીયા સાહેબ ને મળેલ હકીકત આધારે પડધરી પો. સ્ટેશનના બાયપાસ રેલવે ઓવર બ્રિજ નજીક રોડ પરથી બે ઈસમો ઇકો કાર લઈને  હથિયાર સાથે નીકળનાર હોય જે હકીકત આધારે વાહન ચેકિંગ દરમિયાન આરોપી નંબર ૧ આસીફ ઐયુબભાઈ જલવાની તથા નંબર ૨  ઈકબાલભાઈ ઉમરભાઈ સંધિ રહે બંને  રાજકોટ  વાળા પાસેથી  ગેરકાયદેસર  હથિયાર  પિસ્ટલ નંગ ૧ કી રૂપિયા  ૧૫૦૦૦/- સાથે પકડી પાડી ધોરણ કાર્યવાહી કરવામાં આવેલ છે.

તેમજ સદર હથિયાર આપનાર વિશાલ પાંડે રહે હાલ રાજકોટ મૂળ યુપી વાળા ને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે આ કામગીરીમાં પો.સબ.ઇન્સ  જે. વી. વાઢીયા તથા પો.કોન્સ યુવરાજસિંહ, જયેન્દ્રસિંહ, પ્રભાતભાઈ, ધર્મેશભાઈ ડ્રાઈવર અયુબખાન વિગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.