Abtak Media Google News

ભારત દેશના ઉચ્ચતમ વિકાસ માટે આગામી દસ વર્ષ ગઠબંધન નહિ પણ ‘મજબુત અને નિર્ણાયક’ સરકારની જરૂર

આગામી વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.

વર્ષ ૨૦૧૯માં કેન્દ્રમાં સ્થાપિત કોણ થશે? દેશની કમાન કોના હાથમાં જશે? તે લગભગ લોકોના મનમાં પ્રશ્ર્ન છે ત્યારે તાજેતરમાં એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે તેઓનું કહેવું છે કે, ભારત દેશના ઉચ્ચતમ વિકાસ માટે આગામી ૧૦ વર્ષ માટે મજબુત, સ્થિર અને નિર્ણાયક સરકારની જરૂર છે. એક મજબુત દેશના નિર્માણ માટે મજબુત સરકાર હોવી ખૂબજ જરૂરી છે. રાષ્ટ્રીય રાજનીતિક, આર્થિક અને રણનીતિક ઉદેશોને હાંસલ કરવા માટે મજબુત નિર્ણય લેનારી સરકારની ભારતને જરૂર છે. અને જો ‘નબળી’ સરકાર આવશે તો દેશ અંધકારમાં ધકેલાઈ જશે જેના ખૂબજ નકારાત્મક અને ખરાબ પરિણામો આવશે.

અજીત દેવોલે વધુમાં જણાવતા કહ્યું કે, ભારત આગામી થોડા વર્ષો સુધી સોફટ પાવર બનીને રહી શકશે નહિ. ભારતે કઠોર નિર્ણયો કરવા પડશે. જો આપણે શકિતશાળી બનવું છે તો આપણી અર્થવ્યવસ્થા પણ મજબુત બનાવવી પડશે.

અને આ માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે. જો નવી સરકાર ટેકનોલોજી નિર્ણયો લેશે તો જ ભારત દેશ શકિતશાળી બનવા તરફ આગળ ધપી શકશે.

મજબુતાઈ વાળી સરકાર અંગે જણાવી અજીત દેવોલે ખાનગી કંપનીઓની વાત કરતા કહ્યું કે, કંપનીઓએ દેશના હીતમાં કામ કરવું જોઈએ જે રીતે ચીનની અલીબાબા કંપની વૈશ્ર્વિક સ્તરે વિકસી છે.

તે રીતે ભારતીય કંપનીઓએ પણ આગળ આવવું જોઈએ અને ભારતીય રણનીતિના હિતમાં કામ કરવું જોઈએ.દેશના પ્રશાસનીક તંત્ર વિશે જણાવતા અજીત દેવોલે કહ્યું કે, અમે જનપ્રતિનિધિઓ દ્વારા નહી પરંતુ તેમના દ્વારા બનાવાયેલા કાયદાની અંદરમાં રહી કામ કરીએ છીએ. આથી કાયદા કાનુનનું પાલન કરવું દરેકને માટે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.