Abtak Media Google News

સૂર્ય ઉર્જાએ કુદરતી રિન્યુએબલ ઉજા સ્ત્રોત છે જે દર વષે પૃથ્વીના વપરાશ કરતા ૧૦૦૦૦ ગણી વધુ ઉર્જા પૃથ્વી પાર આપે છે. જયારે કુદરતી વનસ્પતિમાંથી બનાવેલ હાયબ્રીડ સોલાર સેલ ૮૦ ૯૫ ટકા કાર્યક્ષમતા ધરાવી શકે છે.

Advertisement

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ડોકટરે સંશોધન કરતા અને રાજકોટમાં શિયાણી રિસર્ચ ઇન્સ્ટિટયુટના સ્થાપક તુલસી શિયાણીને તુલસીના પાન અને સેમિક્ધડકટરના ઉપયોગથી હાયબ્રીડ સોલાર સેલ બનાવવાના સફળતા મળી છે. તેમના આ સંશોધન કાર્યને માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ૧પ સપ્યેમ્બરના રોજ શ્રેષ્ઠ સંશોધન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તુલસીમાંથી બનાવેલ હાયબ્રીડ સોલાર સેલના વધુ સંશોધન માટે શિયાણી રિસર્ચ ઇન્સ્ટિટયુટે બંગલોરની આઇઆઇએસસી અને મુંબઇની આઇઆઇટી સાથે સંશોધન પ્રોજેકટ પણ શરુ કર્યા છે. જેથી તેઓની અત્ય આધુનિક સંશોધન સુવિધાઓ પણ વાપરી શકશે. તેમના આ સંશોધન કાર્યને એક સારા રિચર્સ જર્નલમાં પ્રકાશિત કરીને ભારત સરકારના ડીએસટી વિભાગમાં વધુ સંશોધન માટે પ્રોજેકટ મોકલવામાં આવશે. તેમનો મુખ્ય ઘ્યેય પ્રદુષણ રહીત ઉજા ઉત્પન્ન કરીને દેશના ખુણે ખુણે ઇલેકટીક વાયર વગર ઉર્જા પહોચાડવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.