Abtak Media Google News

નાગરિકોને મજબુર થઇ મિલકતો વેચવી ન પડે તે માટે સરકાર સચેત બની

ગુજરાતના આણંદ જીલ્લાના ખંભાતમાં છેલ્લા કેટલાંક સમયથી ઉભી થયેલી કોમી વમનસ્યના સંજોગોમાં ગુજરાત સરકારે નાગરીકોની સુરક્ષા અને મિલ્કતોના સરક્ષણની સાથે સાથે લોકોની માલ મિલકતના રક્ષણ જતન અને નાગરીકોના મુળભુત અધિકારોની જાળવણી હેતુસભર તનાવગ્રસ્ત વિસ્તારોમાં ‘અશાંત’ધારો લાગુ કરીને કોમવાદગ્રસ્ત વિસ્તારોમાંથી મજબુર થઇ તેમની મુલ્યવાન માલ મિલકત વેચવી ન પડે તે માટે સરકાર સચેત બની છે.

ખંભાતમાં છેલ્લા કેટલાંક સમયથી વાતાવરણ તંગ બન્યું છે. ર૩મી ફેબ્રુઆરીએ શહેરમાં બે સમુદાયો વચ્ચે થયેલા ધર્ષણ બાદ વાતાવરણ ઉકળી ઉઠયું હતું. આવા તનાવનું કારણ ખંભાતની બદલાય રહેલી સામાજીક સ્થિતિને જણાવવામાં આવ્યું છે. લોકોની માંગ અને જરુરીયાતને પગલે સરકારે અશાંત ધારો લાગુ કરવાનું નકકી કર્યુ હતું.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે મંગળવારે ગાંધીનગરમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.

ગુજરાતમાં સ્થાવાર મિલ્કતના હસ્તાતર અને તબદીલી પ્રતિબંધ અને તનાવગ્રસ્ત વિસ્તારોમાંથી હિજરતની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સરકારે ૧૯૯૧માં અશાંત ધારો બનાવ્યો હતો. સામાન્ય રીતે તનાવગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મજબુરીથી મિકલતો વેચવી ન પડે તે માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.

જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હોય ત્યાં મિલકતોની લે-વેચ અને તબદીલીના દસ્તાવેજો અને વહીવટમાં કલેકટરની મંજુરી ફરજીયાત કરવામાં આવી છે. તેનાથી મિલકત ધારાો કે ને આ મિલ્કત કોઇપણ દબાણમાં આવીને વેચવી નથી પડતી ને? તે અંગે વહીવટી તંત્રની નજરમાં આવે અને તે ભોગ બનનારને કાયદાનું કવચ મળે અને તેમની મિલકતોના પુરા દામ આવે.

Admin 2

ગુજરાતમાં અત્યારે અશાંત ધારો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ, કપડવંજ, આણંદ અને ગોધરા શહેરોમાં લાગુ છે. ખંભાતમાં પણ કોમી હુલ્લડોની લાંબી, ત્વારીખ છે. છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં પણ કોમી છમકલાઓની ઘટનાઓ નોંધાઇ છે. રવિવારે અકબર પુર વિસ્તારમાં કોમી હુલ્લડ થયું હતું. સતત ત્રીજા દિવસે મંગળવારે ટોળાના તોફાનો, પથ્થર મારોની ઘટનાઓ બંધ દરમિયાન થઇ હોવાની ફરીયાદ હિન્દુ સંસ્થાઓએ કરી હતી. લોકોના ટોળાએ રોડ ઉપરની લાકડાની કેબીનો અને વાહનો સળગાવી નાંખ્યા હતા.

પોલીસે તોફાનોમાં સંડોવાયેલા મનાતા ૪૭ વ્યકિતઓની અટકાત કર્યાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અકબરપુરા, લાલ દરવાજા અને ભાવસારપુરાની ઘટનામાં કેટલાંક અસામાજીક તત્વોની સંડોવણી ખુલી છે. કેટલાંક તત્વો ખંભાતનું શાંત વાતાવરણ ડહોળવા માંગે છે. અત્યાર સુધીમાં ચાર એફ.આર.આર. નોંધીને ૪૭ ની અટકાયત કરવામાં આવી છે.

ખંભાતના તનાવગ્રસ્ત ઘટના ક્રમને પગલે અમદાવાદ ટ્રાફીકના ડીસીપી અજીત રાજયને આણંદના નવા એસપી તરીકે મુકવામાં આવ્યા છે. ફરજ પરના એસ.પી. મકંરન્દ ચૌહાણ રજા પર છે. ખંભાતની પરિસ્થિતિ અંગે સુરક્ષા વ્યવસ્થાનું પુછવામાં આવતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે એક વધારાના ડીજીપી અને એક આઇ.પી.ની શહેરમાં નિમણુંક કરી છે. અમે બંદોબસ્ત વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની ચુંક રાખવા માંગતા નથી.

ખંભાતમાં અકબરપુરા વિસ્તારમાં રવિવારે પથ્થર મારાની ઘટના બાદ વાતાવરણ તંગ બન્યું હતું. અને સોમવારે પણ છુટા છવાયા છમકલા પથ્થરમારો અને સુરક્ષા વ્યવસ્થા પર હુમલાઓની ઘટનાઓ નોંધાઇ હતી.

ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે ગત જાન્યુઆરીમાં કરવામાં આવેલા તોફાનો અને તાજેતરમાંથી જ જેલમાંથી છુટા થયેલા તત્વો સોમવારની અહિંસા સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.