Abtak Media Google News

કોરોના કાળ વચ્ચે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. છેલ્લા કેટલાંક સમયથી પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે માટીના ગણેશજી બનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કરાતી અપીલ અને અભિયાન વચ્ચે આ વર્ષે કોરોના કાળ વચ્ચે જયારે પંડાલો સ્થાપીને સાર્વજનીક ગણેશ મહોત્સવ ઉપર પાબંધી મુકવામાં આવી છે ત્યારે અનેક લોકોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવી છે. તેમાં રાજકોટની દસ વર્ષની ત્વરા મનીષભાઇ ત્રિવેદી પણ બાકાત નથી. ત્વરા ત્રિવેદીએ માટી, ચણાની દાળ અને સાબુદાણાની મદદથી ૧૧ સેન્ટીમીટરના માટીના ગણેશજી બનાવીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સાથી પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.