Abtak Media Google News

શુભેચ્છા મુલાકાત કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા

પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે ત્યારે રાજકોટના સહકાર ગ્રુપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૨ આંબેડકર ચોકમાં સી આર પાટીલનું તથા ગોરધનભાઇ જળફિયા, જયેશભાઇ રાદડિયા, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, ધંશુખભાઈ ભડેરી, સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ઉપપ્રમુખ સંદિપ બગથરીયા સહિતના કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Advertisement

સી.આર. પાટીલની સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ખાસ મુલાકાત કરી તેમનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણી રાજવીરસિંહ વાળા, સહકાર ગ્રૂપના ઉપ પ્રમુખ સંદિપ બગથરીયા તથા જયદીપ વસોયા, પુનિત નગર વિસ્તારના રાજભા જાડેજા, મેંદુભા વાઘેલા, દીપકસિંહ જાડેજા (ટોડા), વનરાજસિંહ, અરવિંદસિંહ, ખોડાભાઈ જોગરાણા, શ્રીનાથજી સોસાયટી વિસ્તારના રાજભા જાડેજા, પ્રહલાદજી રાયઝાદા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.