Abtak Media Google News

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ નેતા યશવંતસિંહા શનિવારે મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મળતી માહીતી મુજબ યશવંતસિંહા છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં સાઇડ લાઇન કરાતા વારંવાર ભાજપ વિરોધી નિવેદનો કરી રહ્યા છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં યશવંતસિંહાએ કેટલાય મંત્રાલયોનો કાર્યભાર સંભાળ્યો હતો.પણ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મેળ નહીં જામતા પક્ષમાથી સાઇડ લાઇન થઇ ગયા છે. રાજકારણના જાણકારોના જણાવ્યા મુજબ યશવંતસિંહાના સીએમસીમાં જોડાવાનું કોઇ રાજકીય મહત્વ નથી. સિંહાના ટીએમસીમાં જવાથી ભાજપને પણ મોટું નુકશાન કે ફાયદો થવાનો નથી. પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીની વાત કરીએ તો ટીએમસીને અત્યારે ખેડુત પુત્રોની ખુબ જ જરુર છે એટલે સિંહાના આગમનથી ટીએમસીને પણ કોઇ ફાયદો નથી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.