Abtak Media Google News

ટ્વિટર એ એક ઓનલાઈન સમાચાર તથા સામાજીક આપલે માટેનું માધ્યમ છે જેમાં સંદેશ ને ટ્વિટ કેહવામાં આવે છે અત્યાર સુધી લોકો ટ્વિટરને ફ્રીમાં વાપરી શકતા હતા ત્યારે હવે જે લોકોને ટ્વિટરમાં બ્લુ ટીક માર્ક હશે તે લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ટ્વિટરે જાહેરાત કરી છે કે તે 1 એપ્રિલથી યુઝર્સના એકાઉન્ટમાંથી બ્લુ ચેકમાર્ક દૂર કરવાનું શરૂ કરશે. કંપનીએ વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે વિશ્વવ્યાપી સબસ્ક્રિપ્શન મોડલ શરૂ કર્યું છે. એટલું જ નહીં, કંપની બ્લુ વેરિફિકેશન માર્ક હટાવી શકે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, કંપનીએ કહ્યું કે 1 એપ્રિલથી, ટ્વિટર વિશ્વભરમાં લીગેન્સી બ્લુને રોલઆઉટ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

 

શું છે લીગેસી બ્લુ ચેક ?

ટ્વિટરનો લીગેસી બ્લુ ચેક એ કંપનીનું સૌથી જૂનું વેરિફિકેશન મોડલ છે. આ હેઠળ, સરકાર, કંપનીઓ, બ્રાન્ડ્સ અને સંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ અને પત્રકારો, મનોરંજન, રમતગમત અને ગેમિંગ, કાર્યકર્તાઓ, આયોજકો અને અન્ય પ્રભાવિત વ્યક્તિઓના ખાતાની ચકાસણી કરવામાં આવે છે.

ટ્વિટરના માલિક બન્યા બાદ એલોન મસ્કે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન રજૂ કર્યું હતું જે ફી આધારિત સેવા છે. ટ્વિટર બ્લુની સેવા લેતા વપરાશકર્તાઓને લાંબી પોસ્ટ પોસ્ટ કરવાની સુવિધા મળે છે. આ સિવાય બ્લુ ટિક ઉપલબ્ધ છે સાથે જ ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે ત્યારે હવે તમામ લીગેસી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે, જો કે, ફ્રી બ્લુ ટિક ધરાવતા લોકો ટ્વિટર બ્લુ સેવાઓ માટે ચૂકવણી કરશે તો તેમની બ્લુ ટિક જાળવી રાખશે, પરંતુ કાયદેસર રીતે વેરિફાઈડનું ટેગ દૂર કરવામાં આવશે.

 

બ્લુ ટિક દૂર કરવામાં આવશે

હવે એલન મસ્ક ફ્રી બ્લુ ટિક દૂર કરવા જઈ રહ્યા છે. ભારતમાં ટ્વિટર બ્લુના મોબાઈલ પ્લાન માટે યુઝર્સને 900 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વેબ વર્ઝન માટે 650 રૂપિયાની ફીની જરૂર પડશે. દરમિયાન, એલોન મસ્કે પણ તાજેતરમાં ફ્રી એકાઉન્ટમાંથી SMS આધારિત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફીચરને હટાવી દીધું છે. આવી સ્થિતિમાં, જો તમારે તમારા ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક જોઈએ છે, તો હવે તમારે દર મહિને ઓછામાં ઓછા 650 રૂપિયા ચૂકવવા પડશે, નહીં તો તમારું એકાઉન્ટ બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.