Abtak Media Google News

કંપની હવે પોતાના પ્લેટફોર્મ ઉપર દેખાતી જાહેર ખબરોમાં પારદર્શિતા લાવવા માંગે છે

લોકસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ રાજકીય પક્ષોતો તૈયારી કરી જ રહ્યા છે. પણ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ચૂંટણી અંગેની તૈયારીઓ અલગ રીતે જ કરી રહી છે. કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હાલમાં ખૂબ જ સવેદનશીલ બની ગયા છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈને ટ્વિટરે જાહેર ખબર માટેના કેટલાક નિયમો બનાવ્યા છે. ટ્વિટરની પોલિટીકલ એડ પોલીસી આગામી 11 માર્ચથી લાગુ કરી દેવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. કંપની હવે પોતાના પ્લેટફોર્મ ઉપર દેખાતી જાહેર ખબરોમાં પારદર્શિતા લાવવા માંગે છે.

Advertisement

11 માર્ચથી નવી નીતિઓ લાગુ થયા બાદ માત્ર સર્ટિફાઈડ જાહેરખબર એજન્સીઓ જ ટ્વિટર ઉપર રાજકીય જાહેરખબર આપી શકશે. માઈક્રો બ્લોગિંગ કંપનીએ એક બ્લોગ સ્પોટમાં કહ્યું હતું કે, રાજનીતિક જાહેરાત કરનારાઓએ પણ હવે સર્ટિફિકેટ માટે અજી કરવી જોઈએ. અને તેની પ્રક્રિયાના તમામ સ્ટેપને સારી પેઠે પાર પાડવા જોઈએ. કંપનીએ કહ્યું છે કે, અન્ય દેશોમાં પણ આ વર્ષના અંત સુધીમાં પોલીટીકલ એડ પોલીસી લાગુ કરવા ઉપર કામ ચાલી રહ્યું છે.

જાહેરખબર માટે નવી લાગુ પડનારી નીતિ બાદ મતદારો માટે પોલીટીકલ એડ કેમ્પેઈનને ઓળખવું સહેલુ બની જશે. નવી પોલીસી લાગુ થયા બાદ કોઈપણ યુઝર જે તે જાહેરાતની પારદર્શિતા કેન્દ્રની મદદથી કોઈપણ પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં બતાવવામાં આવી રહેલી જાહેરખબરનું બિલ, જાહેરાતનું વિસ્તરણ અને ટાર્ગેટિંગ ડેમોક્રસીના આંકડાનું વિવરણ પણ જોઈ શકે છે. આ તમામ જાણકારી જાહેરાત મુક્યાના 7 દિવસ સુધી સરળતાથી જોઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.