Abtak Media Google News

૪૦૩૨ બોટલ શરાબ અને કાર મળી રૂ.૨૦.૨૩ લાખના મુદામાલ કબ્જે: બે સપ્લાયરની શોધખોળ

જામનગર શહેરના રણજીત સાગર રોડ ઉપર આવેલા સેટેલાઈટ પાર્કમાં મકાનમાં એલ.સી.બી. એ દરોડો પાડી રૂ.૧૬.૧૨ લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી મુખ્ય સપ્લાયર સહિત બે શખ્સોની શોધખોળ આદરી છે.

વધુ વિગત મુજબ જામનગરના બુટલેગર યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજાએ રણજીતસાગર રોડ ઉપર આવેલ સેટેલાઈટ પાર્કમાં પ્લોટ નં.૬ના મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. તેવી બાતમી એલ.સી.બી. સ્ટાફને મળ્યા બાદ પોલીસે દરોડો પાડતા મકાનમાંથી રૂ. ૧૬,૧૨,૮૦૦ની કિંમતનો દારૂ, એક સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ઉર્ફે ધીરીયો ધીરેન્દ્રસિંહ જીવુભા જાડેજા તેમજ દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સો મળી આવતા તમામની રૂ.૨૦,૨૩,૩૦૦ના મુદામાલ સહિત ધરપકડ કરી હતી જયારે દારૂનો જથ્થો પૂરો પાડનાર મૂળ જામનગરના હાલ અમદાવાદના અમિત કચ્છી ભાનુશાળી તેમજ અનિલ રાજસ્થાની નામના બે શખ્સોના નામ ખૂલતા બંનેને ફરાર જાહેર કરાયા છે.

ઝડપાયેલી બેલડીની તપાસમાં પ્રદીપસિંહ સોઢા પાસેથી ૬૦ બોટલ દારૂ સાથે ધરપકડ કરી અને મચ્છરનગરમાંથી યોગેન્દ્રસિંહ જાડેજાના મકાનમાંથી ૪૮ બોટલ દારૂ સાથે ધરપકડ કરી જયારે શાંતિનગરમાં વિશ્વરાજસિંહ જાડેજાના મકાનમાંથી ૧૫૩ બોટલ દારૂ કબ્જે કરી ધરપકહ કરી ત્રણેયની પૂછપરછમાં યશપાલસિંહ જાડેજા અને દુષ્યંતસિંહ ઝાલા પાસેથી લીધાની કબુલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.