Abtak Media Google News

કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને બનાસકાંઠામાં સર્વની કામગીરીનો ધમધમાટ

ગુજરાતમાં જુન મહિનામાં ત્રાટકેલા વિનાયક એવા બિપરજોય વાવાઝોડાના કારણે રાજયના પાંચ જિલ્લાઓમાં ભારે નુકશાની થવા પામી છે. દરમિયાન બિપરજોયના કારણે થયેલી નુકશાનીના સર્વે માટે કેન્દ્ર સરકારની બે ટીમો ગુજરાતમાં આવી છે. આગામી શુક્રવાર સુધી સર્વ કરશે. ત્યારબાદ રિપોર્ટ કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરી દેશે જેના આધારે રાજય સરકારને સહાય ચુકવવામાં આવશે.

કેન્દ્ર સરકારની બે ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. સાત સભ્યોની બે ટીમો દ્વારા આગામી શુક્રવાર સુધી બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને બનાસકાંઠા જીલ્લાની રૂબરૂ મુલાકાત લેશે અને નુકશાનીની સ્થિતિ અંગે તો તાગ મેળવશે. ગઇકાલે પ્રથમ દિવસે આઇએમસીટીની ટીમ અને મહેસુલ વિભાગના એસીએસની હાજરીમાં એક સમીક્ષા બેઠક મળી હતી જેમાં  નુકશાની અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.

આજની ત્રણ દિવસ કેન્દ્રની બે ટીમો દ્વારા અલગ અલગ પાંચ જિલ્લામાં રૂબરૂ નિરિક્ષણ કરવામાં આવશે. આગામી દિવસોમાં સહાય જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.