Abtak Media Google News

લોકોએ તાકીદ રાખી અને વીજ કર્મચારીઓને જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવ્યો

ગોંડલના ભોજરાજપરા મા સિમેન્ટ રોડ નું કામ ચાલી રહ્યું હોય બપોરના સુમારે સિમેન્ટ મિક્સર નો ટ્રક બે વીજપોલ સાથે અથડાતા ચાલુ પાવર સપ્લાય વીજપોલ ધરાશાયી થવા પામ્યા હતા અફરાતફરી મચી હતી સદ્નસીબે કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી.

Img 20180731 Wa0049પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભોજરાજપરા શેરી નંબર 20 માં બપોરના સમયે જીજે 03 એટી 1197 નંબરના ટ્રકચાલકે બે વીજપોલ અને અડફેટે લેતા ચાલુ પાવર સાથે વીજપોલ ધરાશાયી થવા પામ્યા હતા ઘટનાને લઈ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ લતાવાસીઓએ સતર્કતા દાખવી તુરંતજ વીજ કચેરીને જાણ કરતાં કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી તાકીદે સમારકામ હાથ ધર્યું હતું સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.