Abtak Media Google News

રાજવીકાળમાં મહારાજા સર ભગવતસિંહજી ને ભેટમાં મળેલ ચાંદીની તેમજ પીડી ધાતુની અમૂલ્યવસ્તુ ની ચોરી

ગોંડલ દરબારગઢ નવલખા પેલેસ માં તસ્કરોએ રૂપિયા ૧૦ લાખની એન્ટિક વસ્તુઓની ચોરી કરી પોલીસનું નાક કાપ્યું

ગોંડલના મોટી બજાર દરબાર ચોક ખાતે આવેલ નવલખા પેલેસ માં તસ્કરોએ પરોણા કરી ચાંદી રૂમ તેમજ ભગવતસિંહજી સ્ટેચ્યુ રૂમના તાળાં તોડી એન્ટિક ચાંદીની વસ્તુઓ તેમજ પીળી ધાતુની વસ્તુઓની ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્તવિગતો મુજબ ગોંડલ રાજવી પરિવાર  દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ ખુલ્લુ મૂકવામાં આવ્યુંછે જેમાં ગત તારીખ 9 ના તસ્કરોએ રાત્રિના 3 થી 4 દરમિયાન પ્રવેશ કરી મહારાજા સરભગવતસિંહજીના સ્ટેચ્યુ રૂમ અને ચાંદી રૂમના તાળાં તોડી રાજવી સમયમાં રાજવી પરિવારનેભેટમાં મળેલ ચાંદીની ચીજવસ્તુઓ પંચધાતુની વસ્તુઓ તેમજ પીડી ધાતુની વસ્તુઓ મળી જેનો કુલ વજન 29 કિલો અંદાજિત કિંમત રૂપિયા 10,16100  નીકોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી જતા પેલેસ ના કર્મચારી દર્શનભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજે દ્વારાતપાસ હાથ ધરવામાં આવી હતી.

એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સીટી પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ રચના કરવામાં આવી હતી અને શહેરમાં ઠેર ઠેર પોઇન્ટ ઉભા કરી પોલીસ તૈનાત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું જ્યારે તસ્કરોએ શહેરની શાન સમાન નવલખા પેલેસમાં ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસનું નાક વાગ્યું છે અને સીટી પોલીસ રામાનુજ તેમજ ડી.વાય.એસ.પી જાડેજાને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.