Abtak Media Google News

વરસાદ સુંદર ઋતુ છે જે દરેકને ગમે છે કેમ કે તે પ્રદૂષણ ભર્યા પર્યાવરણને સ્વચ્છ  બનાવે છે ,પણ ચોમાસા દરમ્યાન ઘરના ફર્નિચરની હાલત કફરી બને છે , કારણકે પાણી અને લાકડાને જરા પણ બનતું બનતું નથી , માટે વરસાદમાં ફર્નિચરની પૂરી કાળજી લેવી પડતી હોય છે ,આજે હું તમને એવી ટિપ્સ આપીશ જેથી આ મોનસૂન તમારું ફર્નિચર તમારાથી નારાજ નહીં થાય .

સામાન્ય રીતે ફર્નિચર એવી વસ્તુ છે જે દીવાલમાંથી પણ ભેજને ખેચે છે , માટે વરસાદની મોસમમાં સોફા , સેટી , ટિપાઈ , અથવા લાકડાના કબાટને દીવાલથી 6 ઇંચ દૂર રાખો, તેમજ વરસાદ રોકાયા બાદ ઘરમાં થોડો પ્રકાશ આવે માટે બારી ખૂલી રાખો ટેટી રૂમમાં પણ ભેજ જતો રહશે, ઘર તથા ફર્નિચરને સ્વસ્થ રાખશે. તમે કપૂર અને  ફિનઈલની ટીકડીનો ઉપયોગ પણ કરી તે તમારા ફર્નિચરની સાથે કપડાં અને વોડ્રોબને પણ જીવજંતુઓથી પણ બચાવે છે, જો તમે નેચરલ પદ્ધધતિ અપનાવવા માંગતા હોય તો કડવા લીમડાના પાંદ અથવા લવિંગનો ઉપયોગ કરી સકો છો, હયુમીડીફાયર પણ એક સારો વિકલ્પ છે,  જે ટેમ્પરેચરને પણ જાળવી રાખશે અને ભેજ પર પણ નિયંત્રણ કરશે, જો ઘરનું વતાવરણ સાફ રહશે તો ફર્નિચર પણ ભેજમુક્ત રહશે અને લાંબો સમય સુધી ટકશે, ફર્નિચર સાફ કરવા માટે ભીના કપડાનો ઉપયોગ  ટાળો આમ કરવાથી લાકડામાં ભેજ જતો રહે છે,  ફર્નિચર બગાડવાનું એક કારણ એ પણ છે કે ઘણી વખત લોકો ફર્નિચર તો કરાવે છે પણ તેને પૉલિશ કરાવતા નથી,  બજારમાં વિવિધ વેરાઈટી અને રંગોમાં ઉપલબ્ધ છે. જે ફર્નિચરને પૉલિશ કરવાની સાથેજ શાયની અને શેડી લૂક આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.