Abtak Media Google News

કિશાન ઉન્નતી પ્રોજેક્ટના નામે ઉચા વળતરની લાલચ આપી પૈસા પડાવ્યા : એ ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો

અમદાવાદના બે ગઠીયાઓએ રાજકોટના દંપતિ સહિત ત્રણ સાથે કિશાન ઉન્નતી પ્રોજેક્ટના નામે ઉચા વળતરમની લાલસા આપી કુલ રૂ.4 લાખ પડાવી તે પૈસાનું બૂચ મારી દેતા તેમને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં પોલીસે બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગતો મુજબ રેલનગરની શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા શિતલબેન બુચે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં અશફાક સેફુદીન પાદરીયા (રહે. હુસેના એપાર્ટમેન્ટ,મણિનગર ઇસ્ટ,અમદાવાદ) અને જીનલ કસ્તુર શાહ(રહે.11 હિરેન ફ્લેટ્સ,એલ.આઇ.સી હાઉસીંગ ઓફિસ પાસે, વાસણા,અમદાવાદ)ના નામ આપ્યા હતા અને જેમાં તેને જણાવ્યું હતી કે તેને ભાગીદાર વ્રજલાલ નારણભાઈ ચોથાણી સાથે ન્યુ જાગનાથ 20/22 કોર્નર ખાતે ઓફિસ રાખી સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરે છે. તેના પતિ ભદન્તભાઈ બુચ હનુમાન મઢી પાસેની એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેના પતિ સાથે દુધસાગર રોડ પર રહેતો ઈરફાન પઠાણ નોકરી કરે છે.એક દિવસ ઈરફાનના ઓળખીતા એવા બંને આરોપીઓ તેને ઓફિસે મળવા આવ્યા હતા તે વખતે આરોપીઓ સાથે તેના પતિનો પરીચય થયો હતો. બંને આરોપીઓએ તેના પતિને કહ્યું કે કિશાન ઉન્નતી પ્રોજેકટ માટે સૌરાષ્ટ્રઝોન સંભાળી શકે તેવી પાર્ટીની જરૂર છે.

ત્યારબાદ બંને આરોપીઓએ તેના પતિ અને તેને બોલાવી આ પ્રોજેકટ વિશે સમજાવતા કહ્યું કે તેમા ખેડુતોને જોડી તેમને લાઈફ ટાઈમ મેમ્બર બનાવવાના છે. ખેડુતોના રજીસ્ટ્રેશન કરી તેમને ફુડ પાર્ટ સાથે જોડી અનેક પ્રકારના ફાયદા આપવામાં આવશે. જો તમે જોડાશો તો તમને સારૂ વળતર મળશે.જેને કારણે તેના પતિ પ્રોજેકટમાં જોડાવવા માટે સહમત થઈ ગયા હતા. સાથોસાથ તે અને તેના ભાગીદાર પણ જોડાયા હતા. બાદમાં બંને આરોપીઓ સાથે વાતચિત થયા મુજબ તેમના અમદાવાદના બેંક ખાતામાં કટકે કટકે રૂા.4.04 લાખ જમા કરાવ્યા હતા. જેની પહોંચ માંગતા બંને આરોપીઓએ બહાના બતાવ્યા કર્યા હતા.ઉપરાંત પૈસાની ઉઘરાણી કરતા તેને પૈસા આપવાનો ઇન્કાર કરી દિધો હતો.જેથી તેમને અંતે બંને અમદાવાદના શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.