Abtak Media Google News

પોરબંદર ગેંગનું ખોટું નામ લઇ ચાર લોકો પાસે ફોનમાં મંગાવમાં આવતી હતી ખંડણી :મુખ્ય આરોપી જુગારમાં લાખો રૂપીયા હારી જતા ઘડ્યો હતો પ્લાન

જેતપુરના પંદર દિવસ પેહલા પોરબંદર ગેંગ નું ખોટું નામ લઇ ચાર લોકો પાસે ખંડણી માંગવામાં આવી હતી જેમાંથી એક ઉદ્યોગપતિએ હિંમત કરી આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે અલગ અલગ દિશા માં તપાસ  કરી અંતે બે શખ્સો ને ઝડપી પાડવામાં આવ્યા

Advertisement

જાણવા મળતી વિગત મુજબ અહીંના સાડી ઉદ્યોગ ધરાવતા ત્રણ ઉદ્યોગપતિ તેમજ એક ડોકટરના પિતાને ફોન કરી મારી નાખવાની ધમકી આપી રૂ.૧૫ લાખની ખંડણી મંગાવમાં આવતી હતી શહેરમાં ચારપાંજપુર રોડ પર આવેલ ઓલમ્પિક ડાઇંગ ના મલિક કિરીટભાઈ બોસમીયા , રાજુભાઈ કોટડીયા અવની ડાઇંગ ,મયુરભાઈ કવાભાઇ વેકરીયા તેમજ જાણીતા ડોક્ટર સીતાપરા ના પિતા જગદીશભાઈ પાસે ૧૫ લાખની માંગણી કરતા જેમાં કીર્તિભાઇ બોસમીયા એ ડી.વાઈમ એસ.પી જે.એમ ભરવાડને આ અંગે જાણ કરી ત્યાબાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવમાં આવી હતી

ફરિયાદ ના આધારે ડી.વાઈમ એસ.પી જે.એમ ભરવાડે કિરીટભાઈ ના તમામ કોલ રેકોર્ડિંગ તેમજ કોલ ડિટેઈલ્સ ના આધારે તપાસ કરતા જેતપુરના જ જૂનગાઢ રોડ પર ઓમ મોટર્સ સર્વિસ ધરાવતા પિયુષ  શૈલેષભાઇ દોંગા રહે વડાલ  તેમજ ટેમ્પો ચલાવતો કિશોરભાઈ ઉર્ફે પપ્પુ અરજનભાઇ ઉલવા રહે ખીરસરા રોડ વાળને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ખંડણી ખોરને પકડવા પી.આઈ વાણીયા ,નારણભાઇ પંપાણીયા ,બાપાલાલ ચુડાસમા,અરવિંદભાઈ પરમાર ,પ્રવીણભાઈ ચાવડા ,વિશાલભાઈ સોનારા,મેહુલભાઈ બારોટ એ પોતાની જાન જોખમ માં નાખી આ કામગીરી પાર પાડવામાં આવી હતી

પોરબંદર ગેંગનો ઓડેદરા નામે આપવમાં આવતી હતી ધમકીઆરોપી કિશોર ઉલવા દ્વારા ચારેય લોકોને અવારનવાર તે પોરબંદર થી બોલે છે અને પોતાનું નામ ઓડેદરા હોવાનું કેહતા હતો કિશોરનો અવાજ ભારે હોઈ જેથી મુખ્ય સૂત્રધાર પિયુષ હંમેશ કિશોર પાસેજ ફોન કરાવતો હતો

મુખ્ય આરોપી જુગારમાં પૈસા હરિ જતા રચ્યો હતો પ્લાનખંડણી માંગનાર મુખ્ય આરોપી પિયુષ દોંગા અવારનવાર રાજકોટ ઘોડીપાસા નો જુગાર રમવા માટે રાજકોટ જતો હતો અને જુગારમાં તે અંદાજે ૭ થી ૮ લાખ જેવી રકમ હારી ગયો હોઈ જેથી તેને આ પ્લાન રચ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.