Abtak Media Google News

 હળવદના ભલગામડામાં બે શખ્સોએ કર્યું સગીરાનું અપહરણ

હળવદના ભલગામડા ગામે રહેતા મજૂર પરિવારની સગીર વયની પુત્રીનું બે શખ્સોએ અપહરણ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ તાજેતરમાં જ હળવદ ની સગીરાપર દુષ્કર્મ ના બનાવને પગલે હળવદમા ભારે રોષની લાગણી પ્રવર્તીછે તેવામાં તાલુકાના ભલગામડા ગામે વાડી પાસે રહી ને અને ખેત મજૂરી કરતા પરીવારની સગીરાને બે શખ્સો ભગાડી ગયાનુ સામેઆવતા સનસનાટી મચીજવા પામીછે સગીરાના પિતા એ ફરિયાદ નોંધાવી હતી કે તેમની ૧૫ વર્ષની પુત્રી નું દિલિપભાઇ હજુરજી ઠાકોર અને હજુરજી દલુજી ઠાકોરે રહે બંને ખીદડીયારી તા સંખેશ્ર્વર જી.પાટણ વાળાઓએ લચવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું છે.સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓ અને સગીરાની શોધખોળ આદરી  છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.