Abtak Media Google News

આઈપીએલ-૧૧માં જો બેટ્સમેન વગર બોલ રમે આઉટ થઈ જાય તો તેને પણ રેકોર્ડ જ માનવામાં આવે છે. વિશ્વાસ ન હોય તો આ યૂનિક રેકોર્ડ વિશે જાણો. આઈપીએલમાં અત્યાર સુધી ૧૫ ક્રિકેટર ’ડાયમંડ ડક’ના શિકાર થઈ ચૂક્યા છે. ડાયમંડ ડકનો મતલબ થાય છે- કોઈ જ બોલ રમ્યા વગર આઉટ થઈ જવું.આ સીઝનમાં પણ ગોલ્ડન ડક નો શિકાર બન્યા છે

આ સિઝનમાં આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ધાકડ બેટ્સમેન અને દિલ્હીના ડેયરડેવિલ્સની તરફથી રમતા કોલિન મુનરોના નામ પર બની ગયો છે. મુનરો રાજસ્થાન વિરૂદ્ધ રમાયેલ પહેલી મેચોમાં ગૌથમની થ્રો પર રન આઉટ થઈ ગયો હતો. મુનરો ત્યારે એકપણ બોલ રમ્યો નહતો.

૨૦૧૩ સિઝનમાં સૌથી વધારે સાત બેટ્સમેન ડાયમંડ ડકનો શિકાર બન્યા હતા. ચાર સિઝન એવી પણ નિકળી જેમાં એકપણ બેટ્સમેન બોલ રમ્યા વગર આઉટ થયો હોય.

તે ઉપરાંત ૨૦૦૯ની સિઝનમાં એક, ૨૦૧૧ અને ૨૦૧૪માં એક-એક, ૨૦૧૨ અને ૨૦૧૭માં બે-બે ખેલાડીઓ ગોલ્ડન ડકનો શિકાર થયા છે. આઈપીએલમાં અત્યાર સુધી કુલ ૩૮૨ બેટ્સમેનો જીરો પર આઉટ થઈ ચૂક્યા છે. ૨૦૧૬ની સિઝનમાં સૌથી ઓછા ૨૪ બેટ્સમેનો જીરો પર આઉટ થયા છે, જ્યારે ૨૦૧૩માં સૌથી વધારે ૫૩ ખેલાડીઓ ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ફર્યા હતા. વર્તમાન સિઝનમાં અત્યાર સુધી ૧૨* ખેલાડી જીરો પર આઉટ થઈ ચૂક્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.