Abtak Media Google News

કોરોનાના કપરાકાળ બાદ હવે તરુણો અને યુવાનોમાં હાર્ટ એટેકના ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાર્ટ એટેકને પગલે યુવાનો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર સતર્ક મોડમાં કામ કરી રહી છે. હાર્ટ એટેકનું નામ સાંભળતા જ ભલભલા લોકોના પગ નીચેથી જમીન સરકી જાય.. કારણ કે રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે અત્યારે હાર્ટ એટેક સહિતના કેસ વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે.

3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના સીઆરપી ટ્રેનિંગ યોજવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 2 લાખ શિક્ષકોને સીઆરપી તાલીમ આપવામાં આવશે. સમગ્ર મામલે શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જણાવ્યું કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ખુબ જ વધી રહ્યાં છે. જેના કારણે મૃત્ય દરમાં વધારો થયો છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષણ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે કહ્યું કે અત્યારે પોલીસને સીઆરપી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. ત્યારે 2 લાખ શિક્ષકોને સીઆરપી ટ્રેનિંગ હવે આપવામાં આવશે.. 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના સીઆરપી ટ્રેનિંગ યોજવામાં આવશે..

રાજ્યની 17 મેડિકલ કોલેજમાં સીઆરપી ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યભરમાંથી જે 2 લાખ શિક્ષકોને સીઆરપી ટ્રેનિંગ આપવામાં આવશે તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તેવું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખુબ જ મહત્વનું સાબિત થશે. જે પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને જો તરત જ સીઆરપી મળી જાય તો તેનો જીવ બચી શકે છે. ત્યારે શિક્ષકોને જો આ ટ્રેનિંગ આપવામાં આવશે તો ઘણા લોકોનો જીવ બચી શકશે.. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.