Abtak Media Google News

લોકોએ રોડ બ્લોક કરી સેના સામે વિરોધ પ્રદર્શન કર્યું, એફઆઈઆર નોંધાઇ !!!

આંતકી ગતિવિધિઓ પર અંકુશ લાવવા માટે સરકાર અને ભારતીય સેન્ય દ્વારા અનેક ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત જમ્મુ-કાશમીરના રાજૌરીમાં શુક્રવારે સવારે આર્મી હોસ્પિટલની પાસે આતંકી હુમલો થયો હતો. સેન્યના જવાનોને શંકાસ્પદ ગતિવિધિઓ જાણતા આર્મી કેમ્પ પાસે ગોળીબાર કર્યો હતો. જેમાં 2 સ્થાનિકોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં થયેલી ઘટનાના પગલે આર્મી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં 2 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા અને એક સ્થાનિક ઘાયલ થયો હતો. જે હાલ સારવાર હેઠળ છે. પહેલા એવું કહેવામાં આવ્યું કે ફાયરિંગ સેનાના જવાનોએ કર્યું છે.આ ઘટના બાદ રાજૌરીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. લોકોએ આર્મી કેમ્પ અલ્ફા ગેટ પર પથ્થરમારો કર્યો. તપાસની માગને લઇને રોડ જામ કરવામાં આવ્યો.

રાજૌરીના એસએસપી મોહમ્મદ અસલમ ચૌધરીના જણાવ્યા અનુસાર મરનાર વ્યક્તિ સેનામાં કુલીનું કામ કરતો હતો. સવારે 6.15 કલાકે સૈન્ય શિબિરના અલ્ફા ગેટની પાસે આવી રહ્યો હતો, ત્યારે તેના પર ગોળી છોડવામાં આવી હતી. મૃતકનું નામ કમલ કિશોર અને સુરિંદર કુમાર છે. આર્મી કેમ્પની નજીક શંકાસ્પદ ગતિવિધિ જોતા સૈનિકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે સ્થાનિક લોકોના મોત થયા હતા. જ્યારે એકને ઈજા થઈ હતી. આ ઘટના પગલે  વિસ્તારના લોકો દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોએ હાઇવે બ્લોક કરીને સેનાનો વિરોધ શરૂ કર્યો છે.

અહેવાલ મુજબ, આજે સવારે આર્મી સંત્રીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો જેઓ સેનામાં કુલી તરીકે કામ કરતા હતા. સવારે લગભગ 6.15 વાગ્યે, તે આર્મી કેમ્પના આલ્ફા ગેટ પાસે આવી રહ્યો હતા, તે દરમિયાન તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાલિન્દર કુમાર અને કમલ કિશોર, બંને રાજૌરીના રહેવાસીઓ ગોળીબારમાં માર્યા ગયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે અને રોષે ભરાયેલા લોકોએ આર્મી કેમ્પ પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ હાઇવે બ્લોક કરી દીધો હતો. પ્રદર્શનકારીઓ મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતર, સંબંધીઓને નોકરી, બાળકો માટે મફત શિક્ષણ અને આ મામલે એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.