Abtak Media Google News

રોયલ સુંદરમ્ જનરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે ઠગાઈ કરવા કાવતરૂ રચી બોગસ પુરાવા ઉભા કર્યાનો નોંધાતો ગુનો

જામકંડોરણા-ધોરાજી રોડ પર   દુધીવદરના  પાટીયા  પાસે ગત તા.27  ઓગષ્ટે જી.જે.3 ઈએલ 7174 નંબરની હ્યુડાઈ સાન્ટા કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માત અંગે  કારના રૂ.12 લાખના  નુકશાન અંગેનો     કલેઈમ બોગસ હોવાનું  બહાર  આવ્યું છે.

રાજકોટના બે શખ્સોએ  વિમો પકવવા  કાર ઈરાદા પૂર્વક ભટકાડી બોગસ પુરાવા રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની રાજકોટના બંને શખ્સોસામે જામકંડોરણા પોલીસમાં  ફરિયાદ નોંધાઈ છે.

આઅંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના નાના છીલોડા  રહેતા અને   રોયલ સુંદરમ   જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા મહીન્દ્ર પાલ બાબુરામ  રાજપુતે રાજકોટના ગોકુલધામ મેઈન રોડ પર રહેતા તુલશી ગગજી કાતરીયા અને  બાપાસિતારામ ચોક પરમેશ્ર્વર સોસાયટીમાં રહેતા રાજેશ શંભુ દોંગા સામે બોગ પુરાવા ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા પ્રયાસ કરી વિમા કલેઈમનું રૂ.12 લાખનું   વળતર મેળવવા પ્રયાસ કર્યાની  પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામકંડોરણા ધોરાજી રોડ પર  આવલેા દુધીવદરના પાટીયા પોસે ગત તા. 27 ઓગષ્ટના રોજ સામેથી સ્પીડમાં ટ્રક આવતા જી.જે.3 ઈએલ.7174 નંબરની હનવુન્ડાઈ સાના કાર રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા રૂ.12 લાખનું  કારમાં નુકશાન થયાનો કલેઈમ કરવામાં આવ્યો હતો આ કલેઈમ બોગસ હોવાની શંકા  સાથે વિમા કંપની દ્વારા તપાસ  કરવામાં આવી હતી.

કાર તુલશી કાતરીયા  ચલાવતો હોવાનું બહાર આવ્યું હતુ. જયારે વિમા કલેઈમમાં રાજેશ દોંગા કાર ચલાવતો હોવાનું અને તેને અકસ્માતમાં ઈજા થયાનું ડોકટરી સારવાર સહિતના બોગસ પુરાવા ઉભા   કર્યા હતા. કારને અક્સ્માત નહી પણ કાવતરૂ ઘડી ઈરાદા પૂર્વક કાર ઝાડ સાથે  ભટકાડયાનું બહાર આવતા બંને શખસો  સામે જામ કંડોરણા પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઈ.   વી.એમ. ડોડીયાએ બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.