Abtak Media Google News

45 વર્ષે પણ ‘દાસ’ની લોકપ્રસિદ્ધિ અકબંધ

લડાયક નેતા સ્વ. વિઠલભાઈ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં 24મીએ  સાતમા શાહી સમૂહ લગ્નોત્સવ ‘લાગણીના વાવેતર’નું જાજરમાન આયોજન

એક લાખથી વધુ લોકો આ સમૂહલગ્નના સાક્ષી બનશે, સમૂહ લગ્ન છતાં લગ્નમાં કોઈ પણ જાતની કમી ન રહે તેની ચીવટ પૂર્વક કાળજી

25 વીન્ટેજકાર, 50 જીપ્સી સહિતના આકર્ષણો સાથે નીકળશે શાહી વરઘોડો

સહગ્નમાં 165 વરરાજાના વરઘોડા તા.24 મીએ બપોરે 2 વાગ્યે એકસાથે નિકળશે . આ વરઘોડામાં 25 વિન્ટેજ કાર, 50 ખુલ્લી જીપ્સી, વરરાજાઓની મોટર કાર્સનો કાફલો ઉપરાંત ઘોડો જોડાશે તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલી મંડળીઓ અને બેન્ડવાજાના ગ્રૂપ પણ જોડાશે . એક કલાક સુધી જામકંડોરણાના મુખ્ય હાઈ-વે ઉપર વરઘોડો કર્યા બાદ લગ્નમંડપ સ્થળે પહોંચશે અને ત્યારબાદ લગ્નવિધી અને અન્ય કાર્યક્રમો યોજાશે.

Advertisement

દાસે પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજ માટે કરેલી સેવા આજે પણ લોકહદયમાં અંકીત છે. તેઓની સેવાની સુવાસ ન માત્ર જામકંડોરણા, પણ આખા સૌરાષ્ટ્રમાં પ્રસરાયેલી હતી. એટલે જ આજે 45 વર્ષે પણ દાસની લોકપ્રસિદ્ધિ અકબંધ છે. સૌરાષ્ટ્રના સાવજ તરીકે ઓળખાતા દાસ પ્રજાના સાચા દાસ તરીકે કાયમ કામ કરતા રહ્યા ત્યારે તેઓની પુણ્ય સ્મૃતિ નિમિત્તે તેમના જ પંથે ચાલી રહેલા અને યુવા નેતા તરીકે લોકચાહના મેળવનાર જયેશભાઇ દ્વારા 165 યુગલોના શાહી સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગતો આપવા જયેશભાઇએ અબતકની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

જેતપુર – જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તા .24 ફેબ્રુઆરીના રોજ લડાયક ખેડૂતનેતા  વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્ય સ્મૃતિમાં સાતમાં શાહી સમુહ લગ્નોત્સવ લાગણીના વાવેતર’નું જામકંડોરણા ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ શાહી સમુહલગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજના રાજકિય – સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ , બિલ્ડરો તેમજ વેપાર – ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત એકલાખ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરનાર છે. સમુહ લગ્નમાં જોડાનાર દરેક દિકરીને પાનેતરથી માંડી ઘરવખરીના તમામ સરસામાનની કુલ 123 સાઈટમ ઉપરાંત શ્રીમદ ભાગવત , શ્રીમદ ભાગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવશે. જેમાં સોનાના દાણા બે નંગ, ફ્રીઝ , ડબલબેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શૂટ, વરરાજાના બૂટ, પાનેતર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

સહગ્નમાં 165 વરરાજાના વરઘોડા તા.24 મીએ બપોરે 2 વાગ્યે એકસાથે નિકળશે . આ વરઘોડામાં 25 વિન્ટેજ કાર, 50 ખુલ્લી જીપ્સી, વરરાજાઓની મોટર કાર્સનો કાફલો ઉપરાંત ઘોડો જોડાશે તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલી મંડળીઓ અને બેન્ડવાજાના ગ્રૂપ પણ જોડાશે . એક કલાક સુધી જામકંડોરણાના મુખ્ય હાઈ-વે ઉપર વરઘોડો કર્યા બાદ લગ્નમંડપ સ્થળે પહોંચશે અને ત્યારબાદ લગ્નવિધી અને અન્ય કાર્યક્રમો યોજાશે.

આ સમુહલગ્નોત્સવમાં દરેક વર – ક્ધયા પક્ષના લોકો તેમજ સમાજના આમંત્રિત લોકો સહિત એક લાખ લોકોનો ભોજન સમારંભ પણ સાથે જ રાખવામાં આવેલ છે . આ સમગ્ર વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 4 હજાર જેટલા સ્વયંસેવકો તૈયારી કરી રહ્યા છે.

શાહી સમુહ લગ્નોત્સવના આયોજક જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સાતમાં સમુહ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 165 વર – ક્ધયાના નામ નોંધાયા છે. સમાજના દાતાઓના સહકારથી દર વખતની માફક આ વખતે પણ ભવ્ય રીતે આ સમુહ લગ્નોત્સવ યોજાશે . સમારોહના અધ્યક્ષ સ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ ઉપસ્થિત રહેશે . જ્યારે લગ્ન સમારોહનું ઉદઘાટન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન  નરેશભાઈ પટેલ, સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ અને દાતા  વસંતભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી  બટુકભાઈ મોલવીયા, સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. – સુરતના  પરસોતમભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમખ  રાજુભાઈ હિરપરા તથા માન બિલ્ડર્સ – રાજકોટવાળા  વિપુલભાઈ ઠેસિયાના હસ્તે કરવામાં આવશે.

સમુહ લગ્ન સમારોહમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો નરહરિભાઈ અમીન, ગગજીભાઈ સુતરીયા, ડો.ભરતભાઈ બોઘરા, પરેશભાઈ ગજેરા, રસિકભાઈ ગોંડલીયા, ડી.કે.સખીયા, શૈલેષભાઈ હિરપરા, રાજુભાઈ પાલવીયા, ભાવિકભાઈ વૈષ્ણવ, વીરજીભાઈ વેકરીયા , ભુપતભાઈ બોદર, નરેન્દ્રભાઈ ભાલાળા, ચતુરભાઈ ઠુમ્મર, હર્ષદભાઈ માલાણી, મનસુખભાઈ સાવલીયા, કમલનયન સોજીત્રા, અનારબેન પટેલ, ઉકાભાઈ વોરા, ભવાનભાઇ રંગાણી, દિનેશભાઈ કુંભાણી, અરવિંદભાઈ ત્રાડા, અંબાવીભાઈ વાવૈયા હાજર રહેશે.

આ શાહી સમુહ લગ્નોત્સવમાં જામકંડોરણાની ગૌ.વા. નંદુબેન હંસરાજભાઈ રાદડીયા લેઉવા પટેલ સમાજ, બાલધા પરિવાર સંચાલિત સદાર પટેલ સમાજ, કોયાણી સમાજ,  હંસરાજભાઈ સવજીભાઈ રાદડીયા લેઉવા પટેલ સમાજ – બોરીયા,  સરદાર પટેલ સેવા સમાજ – બોરીયા,  ડોબરીયા સમાજ – બોરીયા,  લાભુબેન ગોંડલિયા લેઉવા પટેલ સમાજ-રામપર, સ્વ.મણીબેન કોટડીયા લેઉવા પટેલ સમાજ – રામપર ,  મંજુલાબેન પાંચાણી લેઉવા પટેલ સમાજ – રંગપર, જસાપર લેઉવા પટેલ સમાજ, ગુંદાસરી લેઉવા પટેલ સમાજ,  નવામાત્રાવડ લેઉવા પટેલ સમાજ,  ખજુરડા લેઉવા પટેલ સમાજ,  વિઠ્ઠલભાઈ રાદડિયા લેઉવા પટેલ સમાજ – હરીયાસણ ,  પાનીબેન વઘાસિયા લેઉવા પટેલ સમાજ – શનાળા ઉપરાંત મેઘાવડ, સાજડિયાળી , સાતોદડ, જામદાદર, વિમલનગર, રાજપરા, તરવડા, દડવી, રાયડી, ચાવંડી, ખાટલી, ધોળીધાર, નવામાત્રાવડ, મોટા ભાદરા, બાલાપર સહિતના ગામોના સમાજ સહયોગ આપી રહ્યા છે. સમુહ લગ્ન સફળ બનાવવા માટે  જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય તથા કુમાર છાત્રાલયના હોદેદારો ગોવિંદભાઈ રાણપરિયા , વિઠ્ઠલભાઈ બોદર, નિલેશભાઈ બાલધા, મોહનભાઈ કથીરિયા, ધનજીભાઈ બાલધા, અરવિંદભાઈ તાળા, ડો.મનોજભાઈ રાદડિયા, સંદીપ સાવલિયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીંગણ જહેમત ઉઠાવી રહેલ છે.

પ્રશ્ન : જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તે અંગે જયેશભાઇનો ભાવ…

જવાબ : જામકંડોરણા મુકામે 7મો જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 165 દીકરીઓના ભવ્ય અને શાહી લગ્ન યોજવામાં આવનાર છે. 23 ફેબ્રુઆરીના રોજ દાંડિયા રાસ અને 24મી ફેબ્રુઆરીના રોજ લગ્ન સમારોહ યોજાવાનો છે.

પ્રશ્ન : આજે રાજકીય લોકો રાજકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ વાત જયારે સામાજિક ઉત્તરદાયિત્વની આબે ત્યારે વિઠ્ઠલભાઇની જેમ ખૂબ ઓછા લોકો આગળ આવે છે, આજે સમાજની તમારી પાસે અપેક્ષા છે જેવી રીતે તમે સમાજની જવાબદારી બખૂબી સંભાળો છો ત્યારે તમને કેવો ભાવ જાગે છે અને સમાજનો સહકાર કેવો મળે છે ?

જવાબ : રાજકારણમાં હોઈએ એટલે રાજકીય જવાબદારી સંભાળવી જ પડે પરંતુ સામાજિક જવાબદારીની જો વાત કરવામાં આવે તો ગૌરવ લેવા જેવી બાબત છે કે સૂર્ય વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં  પ્રથમવાર જામકંડોરણામાં સમાજનું સંગઠન તૈયાર થયું. વર્ષ 1991-92માં જ્યારે દીકરીઓને ભણાવવાની વ્યવસ્થા ન હતી ત્યારે નાના ગામમાં એક છાત્રાલય ઉભી કરવામાં આવી. આજે રાજકોટ જેવા શહેરમાં આશરે 2500 દીકરીઓ રહી શકે તેવું છાત્રાલય પણ તૈયાર થઈ ગયું છે. તેમાં પણ ખાસ સમાજનો સહકાર ખૂબ જ મળી રહ્યો છે. સક્રિય રાજકારણમાં અમને 42 વર્ષ જેટલો સમયગાળો વીત્યો તેમ છતાં દિન પ્રતિદિન સમાજ વધુને વધુ વિશ્વાસ મૂકી રહ્યો છે તે ગૌરવ લેવા જેવી બાબત છે. રાજકીય આગેવાનો પર સામાન્ય રીતે સામાજિક દાતાઓ વિશ્વાસ મુકતા નથી પરંતુ મેં જ્યારે જ્યારે રાજકીય આગેવાન તરીકે સમાજના કામ માટે સમાજ પાસે કંઈક માગ્યું ત્યારે સમાજે સવિશેષ દાન આપ્યું છે. આજે સમાજ થકી જ આ પ્રકારના વિશેષ કાર્યક્રમો સારી રીતે કરી શકાય છે. આજે સમાજના દરેક વર્ગનો સહકાર મળી રહ્યો છે. આ સમૂહ લગ્નોત્સવમાં જામકંડોરણા તાલુકાના યુવાનોનો પણ વિશેષ સહકાર મળ્યો છે. આશરે 4 હજાર જેટલા યુવાનો સ્વયં સેવક તરીકે સતત કાર્યરત છે. આજે સમાજની તાકાત ઉપર જ અમે 1 લાખ લોકોનું જમણવાર કરવા સક્ષમ છીએ. આજે હું અહીંયા સુધી પહોંચ્યો છું તેમાં પણ સમાજનો ખૂબ મોટું યોગદાન છે અને સમાજનું ઋણ છે.

પ્રશ્ન : સૌરાષ્ટ્રની સંત અને સાવજની ધરતીએ હંમેશા સમાજને આપ્યું છે. વિઠ્ઠલભાઈ અને તમે આજે ફક્ત જામકંડોરણા કે જેતપુર પૂરતા સીમિત નથી રહ્યા. સૌરાષ્ટ્ર-ગુજરાત અને રાજ્ય બહાર પણ તમે ઘણા બધા કાર્યોમાં યોગદાન આપ્યું છે. હજુ પણ એવા ક્યાં કાર્યો બાકી છે જે વિઠ્ઠલભાઈનું સ્વપ્ન હોય અને તમારા મગજમાં તેને પૂર્ણ કરવાનું વિઝન હોય…

જવાબ : જ્યારે હું મંત્રી હતો ત્યારે રાજકીય જવાબદારીઓનું વહન કર્યું છે, હજુ પણ ધારાસભ્ય તરીકે વિસ્તારની તમામ જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ. આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. મતવિસ્તાર હોય કે ન હોય તેમ છતાં પણ લોકો અનેક જગ્યાઓ પરથી એક અપેક્ષા લઈને જામકંડોરણા આવતા હોય છે, કારણકે એ ’આંગણું ભરોસાનું આંગણું’ છે. રાજકારણમાં પણ દિન પ્રતિદિન જવાબદારીઓ વધી રહી છે. આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો 100-200 કિલોમીટર દૂરથી પોતાની અપેક્ષા લઈને અમારી પાસે આવતા હોય છે અને તે અપેક્ષા પરિપૂર્ણ કરીએ એટલે સમાજની જવાબદારી નિભાવવાનો સંતોષ મળતો હોય છે. તેમણે જણાવ્યું હતું કે, નાથદ્વારા અને દ્વારકામાં લેઉવા પટેલ સમાજ ભવનનું નિર્માણ વિઠ્ઠલભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને હરિદ્વાર અને મથુરામાં પણ આ પ્રકારના સમાજ ભવનનું નિર્માણ થાય તે વિઠ્ઠલભાઈનું વિઝન હતું અને મને કહેતા આનંદ થાય છે કે, ટૂંક સમયમાં જ અમે હરિદ્વાર અને મથુરામાં સમાજ ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ.

પ્રશ્ન : વિઠ્ઠલભાઇ એક સમાજ પૂરતા સીમિત ન હતા તેવું કહી શકાય. તેઓ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા પણ તેની સાથે અન્ય સમાજ સાથે પણ સારી રીતે હળી મળી ગયા હતા. સાંપ્રત પરિસ્થિતિ કે જ્યારે જ્ઞાતિ જાતિનું રાજકારણ ચાલી રહ્યું છે ત્યારે વિઠ્ઠલભાઈએ જે છાપ છોડલી છે તેને કેવી રીતે જુઓ છો અને આજે ઇતર જ્ઞાતિનો કેવો સહયોગ મળી રહ્યો છે ?

જવાબ : અન્ય સમાજનો પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે ત્યારે જ અહીં સુધી પહોંચી શકાય છે. વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં જેતપુર જામકંડોરણામાં મને 77 હજાર મતની લીડ મળી છે જે ઐતિહાસિક ક્ષણ હતી. વિધાનસભા મતવિસ્તારમાં લેઉવા પટેલ સમાજની વસ્તી માત્ર 30% છે જ્યારે અન્ય સમાજની વસ્તી 70% થી પણ વધુ છે. તેમ છતાં પણ મને વિધાનસભાની ચૂંટણીમાં 77 હજાર મતની લીડ મળી તે ઐતિહાસિક ક્ષણ હતી અને તે સાબિતી હતી કે તમામ સમાજનો સહકાર મને મળી રહ્યો છે. અમે છેલ્લા 45 વર્ષથી સક્રિય રાજકારણમાં છીએ અને સામાન્ય રીતે રાજકારણમાં એવું બનતું હોય છે કે દિવસે દિવસે લોકોનો વિશ્વાસ તમારી પ્રત્યે ઘટતો હોય છે કેમકે ઘણીવાર કોઈ કામ ન થયા હોય, ક્યાંય પહોંચી ન શકાયું હોય, સારા-માઠા પ્રસંગમાં હાજરી ન આપી શકાય હોય તે બાબતોનો અસંતોષ પ્રજામાં જોવા મળતો હોય છે પરંતુ અમને 45 વર્ષે ત્રણ ગણું પરિણામ મળ્યું છે જે સમાજનો સહકાર સૂચવે છે. અમે વિસ્તારમાં પરિવારની જેમ રહીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.