Abtak Media Google News

પોલીસે યુવાનની ફરીયાદના આધારે બે અજાણ્યા શખ્સો પર ફરીયાદ હાથ ધરી તપાસ ચાલુ કરી

ધ્રાગધ્રા શહેરમા ગત મોડી સાંજે રવીભાઇ ચૌહાણ નામના યુવાન પર બે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો જેમા અચાનક બે શખ્સો દ્વારા યુવાન પર પાઇપ, ધોકા જેવા ઘાતક હથીયારો લઇ હુમલો કરી યુવાનને ઇજા પહોચાડી હતી જોકે સદનશીબે યુવાનને માથાના ભાગે સામાન્ય ઇજા સિવાય અન્ય કોઇ ગંભીર ઇજા થવા પામી ન હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તને તુરંત ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી તેની સારવાર હાથ ધરાઇ હતી જે બાદ યુવાને પોતે સીટી પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુશાર યુવાને ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે બાઇક પર પોતાના ઘેર તરફ જતો હતો તે સમય દરમિયાન બે અજાણ્યા શખ્સો બાઇક પર આવી પોતે કઇ સમજે તે પહેલા ઝગડો કરવા લાગ્યા હતા અને ઉશ્કેરાઇ જઇ પાઇપ તથા ધોકા વડે માર મારવા લાગ્યા હતા. જોકે ઇજાગ્રસ્ત યુવાન પર હુમલો કરી ઘટના સ્થળેથી દુર હુમલાખોર પોતાનુ બાઇક મુકી નાશી છુટ્યા હતા. જે મોટરસાઇકલ પોલીસે હાલ કબ્જે લીધુ છે પરંતુ આ બાઇકમા નંબર પ્લેટ નહિ હોવાના લીધે અને બાઇકમા લોક પણ નહિ હોવાના લીધે આ બાઇક પણ ચોરીનુ હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે હાલતો સ્થાનિક સીટી પોલીસે યુવાનની ફરીયાદના આધારે બે અજાણ્યા શખ્સો પર ફરીયાદ હાથ ધરી વધુ તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.