Abtak Media Google News

મહિલાઓ માટે ખાસ ફાળવણી બદલ સરકારને આપશે અભિનંદન

રાજય સરકાર દ્વારા બજેટમાં મહિલાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારને અભિનંદન પાઠવવા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયાની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડમાંથી બહેનોએ ગાંધીનગર તરફ પ્રસ્થાન કર્યું છે.

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયાની આગેવાનીમાં શહેરભરમાંથી ર૦૦૦ થી વધુ બહેનો ગાંધીનગર વિધાનસભાના દર્શનાર્થે રવાના થયા છે. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીતના ઉપસ્થિત રહ્યાં તા. તેઓએ જણાવ્યું તું કે રાજયની પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારના  વર્ષ ર૦ર૦-ર૧ના  બજેટ રાજયનો સર્વાંગિ વિકાસ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. ભાજપા સરકાર દ્વારા ટુંકા ગાળામાં અનેકવિધ પ્રજાલક્ષીનિર્ણયો કરી વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. રાજય સરકારના આ બજેટમાં મહિલાઓને સ્પર્શતી વિવિધ સમસ્યાઓના ઉકેલને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. બજેટમાં મહિલા અને બાળકલ્યાણ  માટે ૩૧પ૦ કરોડની જોગવાઈ, આરોગ્ય અને પિરવાર કલ્યાણ માટે ૧૧ર૪૩ કરોડની જોગવાઈ, પ૦ જાર વિદ્યાર્થિનીઓને વિદ્યા સાધના યોજના અંતર્ગત સાઈકલ સહાય તેમજ પ૩,૦ર૯ આંગણવાડીમાં સ્માર્ટ ફોન-ગ્રોથ ડિવાઈસ માટે પપ કરોડ, શહેરોમાં આંગણવાડી વધારવા ૩પ કરોડ, વ્હાલી દીકરી માટે પ૦ કરોડ, પ લાખ વિધવા બહેનોની સહાય વધારી માસિક રૂ. ૧૦૦૦/-ની કરવામાં આવી છે.

2.Banna

આંગણવાડી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફલેવર્ડ દૂધ માટે ૩૪ર કરોડની ફાળવણી સહીતની યોજના ઓ દ્વારા મહિલાઓના સર્વાગિ વિકાસ માટે પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારને શહેરના તમામ વોર્ડમાંથી બહેનો અભિનંદન પાઠવશે. તેમ અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.