Abtak Media Google News

કલેકટર રેમ્યા મોન તથા પીજીવીસીએલના એમ.ડી શ્ર્વેતા ટીઓટીયાની પ્રેરણાથી મહિલાઓ માટે ઉપલબ્ધ કરાઇ ખાસ વ્યવસ્થા: પીજીવીસીએલ દ્વારા આઇટીઆઇને અપાઇ છે કાર

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોન અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર શ્વેતા ટીઓટીયાની પ્રેરણાથી આઈ.ટી.આઈ-રાજકોટ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો કાલે સાંજે ૫-૦૦ કલાકે શુભારંભ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે આઈ.ટી.આઈ-રાજકોટની મેનેજમેન્ટ કમિટીને પી.જી.વી.સી.એલ દ્વારા  સામાજિક જવાબદારી હેઠળ કાર આપવામાં આવી છે. આ મહિલા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં  ડ્રાઇવિંગ શીખવા આવનાર મહિલાએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે. સૌ પ્રથમ તાલીમાર્થી બહેનોને ડ્રાઇવિંગના નિયમોની પ્રાથમિક સમજ અને માર્ગ સલામતીના નિયમોથી અવગત કરાવવામાં આવશે. ત્યાર બાદ તાલીમાર્થી બહેનોને કાર અને તેના પાર્ટ્સના ઉપયોગ  વિશે માહિતગાર કરીને બેઝિક તાલીમ બાદ તાલીમાર્થી બહેનોને કાર ડ્રાઇવિંગની ૧ મહિનાની તાલીમ આપવામાં આવશે.

Advertisement

2.Banna

તાલીમાર્થી બહેનોને બેઝિક રિપેરિંગ જેવા કે સ્પેર વ્હીલ બદલવું,  ટાયર બદલવા માટે જેકનો ઉપયોગ કઈ રીતે કરવો, કાર ગરમ ના થાય તે માટે તેનું કુલન્ટ ચેક કરવું,  એન્જીન ઓઈલ, બ્રેક ઓઈલ ક્યારે બદલાવું, ટાયરમાં વાનું દબાણ ચેક કરવું વગેરેનું સંપૂર્ણ માર્ગદર્શન અપણ આપવામાં આવશે, તેમ આઈ.ટી.આઈ-રાજકોટના પ્રિન્સિપાલ નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.