Abtak Media Google News

બોર કરવા માટે ઇદળથી લાવ્યાની કબુલાત: વિસ્ફોટક અનઅધિકૃત હોવાની શંકા

પડધરી નજીક આવેલા સુવાગ રોડ પરથી વિસ્ફોટક જીલેટીન અને ડીટોનેટર સાથે સરપદળના બે શખ્સોને પોલીસે ઝડપી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. વાઢીયા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ જાડેજા ગતરાતે સુવાગ રોડ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે સરપદળના રામદેવપીર પ્લોટમાં રહેતા કિશોર વાલજી પટેલ અને તેના ભાઇ નિલેશ જાવીયાની અટકાયત કરી પૂછપરછ કરતા તેની પાસેથી ૩૦ જીલેટીન સ્ટીક અને ૩૦ ઇલેકટ્રીક ડીટોનેટર મળી આવતા બંને સામે પોલીસે અનઅધિકૃતક રીતે વિસ્ફોટક પદાર્થ રાખતા એક્સપ્લોસીવ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Advertisement

કિશોર જાવીયા અને નિલેષ જાવીયાની પૂછપરછ દરમિયાન બંને ભાઇઓ ઇદળ ખાતેથી જીલેટીન અને ડીટોનેટર લાવ્યાની અને પોતે બોરીંગનો વ્યવસ્યા કરતા હોવાથી ખરીદ કર્યાની કબુલાત આપી છે. પોતાની પાસે વિસ્ફોટક સામગ્રી રાખવા અંગેનો પરવાન ન હોવાની કબુલાત આપી છે.

બંને શખ્સોએ ઇદળથી વિસ્ફોટક સામગ્રી ખરીદ કરી હોવાથી તેઓએ કોઇ પરવાનેદરા પાસેથી અનઅધિકૃત રીતે ખરીદ કરી હોવાની અને પરવાનેદારનો જીલેટીન અને ડીટોનેટર અંગેના સ્ટોકની ગણતરી મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવતો હોય છે. તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.