Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટીમાં ઊથલ પાથલ મચી ગઈ છે. આજરોજ પાલનપૂર સર્કિટ હાઉસ ખાતે ભાજપની એક બેઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ લીલાધર વાઘેલા અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ વચ્ચે આગામી ચૂંટણી ની ટિકીટને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી છે. જેમાં સાંસદ લીલાધર તેમના પુત્ર દિલીપ વાધેલાને ટિકીટ આપવા માટેની રજૂઆત કરી હતી. પાલામેન્ટ્રી બોર્ડમાં બંને સાંસદ કરી શકે છે રજૂઆત, બેઠકમાં પણ સાંસદ લીલાધર વાઘેલા એ પુત્રને ટિકીટ મળે તેમતે અનેક વાર રજૂઆત કરી હતી. ભાજપની સામે કોગ્રેસે પણ આજે વિધાનસભાની ચૂંટણીની ટિકીટ વિષે ભરતસિંહ સોલંકી એ જાહેરાત કરી હતી કે, 43 ધારાસભ્યોને ચિંતા કરવાની જરૂર નથી, કોગ્રેસના કોઈ ધારાધોરણ નથી કે નથી કોઈ વયમર્યાદા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.