ભુજમાં ચાલુ ગાડીએ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા

મુન્દ્રાના યુવાનોને 2.27 લાખની મત્તા સાથે દબોચ્યા 

શહેરના ભીડનાકા  પાસે પેટ્રોલપંપની સામે ચાલુ ગાડીએ આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મુન્દ્રાના બે યુવાનોને અલ્ટ્રો કાર સહિત 2.27 લાખનો મુદામાલ કબ્જે કરી બી ડીવીઝન પોલીસ મથકે સોંપ્યા હતા.

એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભીડગેટ નજીક સફેદ કલરની અલ્ટો કારમાં મુન્દ્રાના બે યુવાનો જુગાર રમાડી રહ્યા છે. ત્યાં પહોંચી હાજી સમા અને જુલફીકાર અભુભખર પઢીયાર ને સોદાબાજી કરતા પકડી પાડયા હતા. અને 2.27 લાખના મુદામાલ કબ્જે કરી બી ડીવીઝન પોલીસ મથકને સોંપ્યા હતા.