ઉનાના ગાંગડા ગામેથી 23.25 લાખના દારૂ-બીયરના જથ્થા સાથે બે ઝડપાયા

417પેટી શરાબ, ર4પેટી બિયર, કન્ટેનર અને ટ્રેકટર મળી રૂ.48.81લાખનો મુદામાલ કબજે : ચારની શોધખોળ

અબતક,રાજકોટ

ઉના- ભાવનગર ધોરીમાર્ગ પર આવેલા ગાંગડા ગામની સીમમાં વિદેશી દારૂનાં કટીંગ વેળાએ સ્થાનીક પોલીસે દરોડો પાડી રૂ.23.25 લાખનાં કિંમતનો 417 પેટી દારુ અને ર4 બીયરનાં ટીન સાથે ક્ધટેનરનાં ચાલક અને કલીનરની ધરપકડ કરી દારુ અને વાહનો મળી રૂ.48.81 લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.પોલીસ પ્રાપ્ત વીગત મુજબ ગીર સોમનાથ જીલ્લો કેન્દ્ર શાસીત પ્રદેશ દીવની આવેલો હોવાથી વીદેશી દારુની મોટાપાયે હેરાફેરી થતી હોવાથી દારુબંધીનો કડક અમલ કરવા  ગીર સોમનાથ જીલ્લાનાં એસપી રાહુલ ત્રીપેઠાએ આપેલી સુચનાને પગલે ઉના પોલીસ મથકનાં પીઆઇ મુસ્તાક અલી સહીતનાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.

ઉનાનાં ગાંગડા ગામની સીમમાં એમ.એચ. 46 બીયુ 46 નંબરનાં મચ્છીનાં ક્ધટેનરમાંથી વીદેશી દારુનુ કટીંગ થતુ હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી રૂ.23.25લાખની કીંમતનાં 417 પેટી દારુ અને ર4 પેટી બીયરનાં ટીન સાથે ઉનાનાં ભગુ ઉકા જાદવ અને દીલીપ છોટાલાલ પટેલની ધરપકડ કરી ક્ધટેનર, ટ્રેકટર, બાઇક અને દારુ-બીયરનો જથ્થો મળી 48.81 લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.