Abtak Media Google News

અમદાવાદમાં ફ્રેન્ચાઇઝી ઇવેન્ટને પ્રતિસાદ: તા. ૧૭ અમદાવાદ, તા. ૨૧ સુરત અને તા.૨૯ના રોજ જુનાગઢમાં યુ ટર્નના આઉટલેટ ખુલશે: ઉમેશભાઇ

યુટર્ન ઓપ્ટિકલ કંપની હાલ ગુજરાતમાં ૧ર આઉટલેટ ધરાવે છે, આગામી તા.૧૭ના રોજ અમદાવાદ, તા.ર૧ના રોજ સુરત તથા તા.૨૯ના રોજ જુનાગઢમાં આઉટલેટ શરુ કરવાના છે. જેના માટે અમદાવાદ ખાતે ક્રાઉન હોટલ ખાતે એક ફ્રેન્ચાઇઝી ઇવેન્ટ યોજાઇ હતી. જેને ખુબ જ સારો પ્રતિસાદ સાંપડયો હતો.યુ ટર્નના માલિક ઉમેશભાઇનું ખાસ વિઝન છે. તેમના દ્વારા ગુજરાતભરમાં યુ ટર્નની ફ્રેન્ચાઇઝી થાય તેવા અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે. તેમનું લક્ષ્ય સમગ્ર ભારતમાં યુટર્નના ૪૫૦૦ આઉટલેટ શરુ કરવા માટેનું છે. તેમજ ૨૦૨૫માં યુ-ટર્ન કંપનીના જેટલા કાર્યકરો છે એ તમામ ઘરની ગાડી લઇને આવવા જોઇએ. અને તેમનું ઘરનું ઘર હોવું જોઇએ આવો ઉમદા હેતુ અને વિચાર સાથે ઉમેશભાઇ ગોલ પૂર્ણ કરવા જઇ રહ્યા છે. દેશભરમાં ૨૦૨૫ સુધીમાં યુ-ટર્નના ૪૫૦૦ આઉટલેટ ખોલી તેમાંથી કાર્યકરોને રોજી પુરી પાડવા તેઓ તત્પર છે.ઉમેશભાઇના જણાવ્યા પ્રમાણે તેઓ ૧૯૭૭ માં ચશ્માની લાઇનમાં આવ્યા હતા. અને ૩ ‚પિયાના રોજથી કામ પર આવતા અને સાથે અભ્યાસ  પણ કરતાં હતા. ૪૧ વર્ષની તેમની આ ઓપ્ટિકલજર્નીમાંથી તેમણે ઘણું શીખવા મળ્યું છે. ચશ્માનો પર્યાપ્ત બનવા તેઓ સતત મથી રહ્યા છે. તેમજ સફળતા મેળવીને જ રહેશે તેવો તેમણે વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.દિવ્યા તનવાની જેઓ યુ-ટર્ન કંપની ના ભારતીયના ફ્રેન્ચાઇઝીસના હેડ છે. તેમણે જણાવ્યું હતું કે યુ-ટર્ન કંપનીને ૪ વર્લ્ડ રેકોર્ડ મળેલા છે. સર્વિસીસ પણ એ-વન છે. સાથો સાથે ગ્રાહકોને સંતોષ છે. યુ-ટર્ન પાસે વર્લ્ડથી બધી જ બ્રાન્ડ છે. ૨૫૭ થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે યુ-ટર્ન નું પોતાનું મેન્યુફેકચરીંગ છે. અત્યારે ૧૨ આઉટ લેટ સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ છે. બિગેસ્ટ સ્મોલવ ઇન ઇન્ડિયા એનો એવોર્ડ, બ્રાન્ડ એક જગ્યાએ મળે છે એનો એવોર્ડ મળેલો છે. માત્ર ૨.૭ ની ફ્રેમ કરેલી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.